એરપોર્ટ પર વજન ઓછું કરવા મહિલાએ કરી એવી હરકત કે...

News18 Gujarati
Updated: October 29, 2019, 7:54 AM IST
એરપોર્ટ પર વજન ઓછું કરવા મહિલાએ કરી એવી હરકત કે...
આ મહિલાની પોસ્ટ 20 હજારથી વધુ લોકોએ શેર કરી છે.

આ મહિલાની પોસ્ટ 20 હજારથી વધુ લોકોએ શેર કરી છે.

  • Share this:
હવાઈ ​​મુસાફરી દરમિયાન થતા વધારાના સામાનના ખર્ચને બચાવવા માટે લોકો શું નથી કરતા. ફિલિપાઇન્સમાં રહેનારી એક મહિલા મુસાફરે તાજેતરમાં હવાઇ સામાનની ફી ચૂકવવી ન પડે તે માટે એક અનોખી રીત અપનાવી. તેણે પોતાના બેગનું વજન ઓછું કરવા માટે ઘણાં કપડાં પહેરી લીધા, જેથી તેને વધારાનો ચાર્જ ચૂકવવો ન પડે.

હકીકતમાં જેલ રોડ્રિગેઝે 2 ઑક્ટોબરે પોતાની ફેસબૂક પોસ્ટમાં અહેવાલ આપ્યો કે એરલાઇન્સના કર્મચારીઓએ તેમને જાણ કરી હતી કે તેનો સામાન સાત કિલોગ્રામના વધું વજન કરતાં વધી ગયું છે. તેના બેગનું વજન 9.5 કિલોગ્રામ છે, તેથી તેણે વધારાની ફી ચૂકવવી પડશે, પરંતુ રોડ્રિગેઝે વધારાની ફી ચૂકવવાની ના પાડી.

ત્યારબાદ તેણે તેના બેગમાંથી અનેક કપડા કાઢી લીધાં અને દરેકને એક ઉપરએક પહેરી લીધા અને સામાનનું વજન ઘટાડ્યું. રોડ્રગેઝે તેની ફેસબૂક પોસ્ટ સાથે એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે પાંચ પેન્ટ અને અનેક ટી-શર્ટ અને જેકેટ્સ પહેરેલી જોવા મળી રહી છે.રોડ્રગેઝેની પોસ્ટ 20 હજારથી વધુ લોકોએ શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોડ્રગેઝે કહ્યું હતું કે હું વધારાના સામાનની ફી ચૂકવવા માંગતી નથી, કારણ કે તે માત્ર બે કિલોગ્રામ વધારે હતું. તેણે મજાકમાં કહ્યું કે જો મને ખબર હોત કે મારી તસવીર વાયરલ થશે, તો હું હજી પણ વધારે પોઝ આપી શકત.'

આ કોઇ પહેલો મામલો નથી, આ પહેલા પણ આવી જ ઘટના જુલાઇમાં જોવા મળી હતી. સ્કૉટલેન્ડમાં રહેનારા એક વ્યક્તિએ તેની બેગમાં ચુકવણીથી બચવા માટે એરપોર્ટ પર 15 શર્ટ પહેર્યા હતા.
First published: October 29, 2019, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading