Video : ટ્રાફિક વચ્ચે કાર રોકી વ્યક્તિએ કરી મહિલાની મદદ, વીડિયો જોઇ લોકો થયા ભાવુક
Video : ટ્રાફિક વચ્ચે કાર રોકી વ્યક્તિએ કરી મહિલાની મદદ, વીડિયો જોઇ લોકો થયા ભાવુક
ટ્રાફિક વચ્ચે કાર રોકી વ્યક્તિએ કરી મહિલાની મદદ
હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાયરલ હોગ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને આશ્ચર્ય નહીં થાય, પરંતુ આ દુનિયામાં માનવતા હજુ પણ જીવંત છે તે વાત પર ગર્વ થશે.
કહેવાય છે કે જરૂરિયાતમંદોને મદદ કરવાથી મોટું બીજું કોઈ પુણ્યનું કામ નથી. મદદ કરવા માટે કોઈ યોગ્ય સમય કે કારણની જરૂર નથી હોતી. કોઈને મદદ કરવાની ભાવના મનમાં આવે અને જેને આ અનુભૂતિ થાય, તે પછી સંજોગો તરફ જોતો નથી, માત્ર મદદ કરવાનું વિચારે છે. આ વાતો હાલમાં જ સાચી સાબિત થઈ છે. એક અમેરિકન વ્યક્તિએ રસ્તા પર અજાણી વ્યક્તિની મદદ કરી, આ વ્યક્તિએ ટ્રાફિકની વચ્ચે પોતાની કાર રોકીને એક જરૂરિયાતમંદની મદદ કરી.
વાયરલ હોગ, તેના અદ્ભુત વીડિયો માટે પ્રખ્યાત સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઘણીવાર એવા વીડિયો શેર કરે છે જે કોઈપણને આશ્ચર્યચકિત કરી દે છે. પણ હાલમાં જ જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તે જોઈને આશ્ચર્ય નહીં થાય, ગર્વ થશે કે આ દુનિયામાં માનવતા હજુ પણ જીવંત છે. અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં એક પુરૂષ એક મહિલાને કોઈ પણ સંકોચ વિના મદદ કરતો જોવા મળી રહ્યો છે.
પોસ્ટ અનુસાર, આ વીડિયો અમેરિકાના વોશિંગ્ટન ડીસીનો છે. ખૂબ વરસાદ પડી રહ્યો છે અને રસ્તામાં ઘણો ટ્રાફિક છે. લાલ બત્તી પડતાં જ બધી ગાડીઓ થંભી જાય છે. આ દરમિયાન વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિની આગળ ઉભેલી કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરે છે. તેના હાથમાં છત્રી દેખાય છે. તે ફૂટપાથ પર ઉભેલી એક મહિલા તરફ આગળ વધે છે અને તેને તેની છત્રી આપે છે. પછી તે દોડીને તેની કારમાં બેસી જાય છે અને લાલ લાઈટ લીલી થાય તેની રાહ જુએ છે. વીડિયોમાં તે મહિલા સ્પષ્ટ રીતે દેખાઇ નથી રહી, પરંતુ એવું લાગે છે કે તે મહિલાની સાથે કોઈ બાળક છે.
આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. બધા કહે છે કે તેમની આંખોમાં આંસુ હતા. ઘણા લોકોને વિશ્વાસ નથી થતો કે આજના સમયમાં પણ લોકોમાં આવી માનવતા જીવંત છે. 27 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂકેલા આ વીડિયો પર ટિપ્પણી કરતાં એક વ્યક્તિએ કહ્યું કે તેની આંખોમાં તે વ્યક્તિ માટે સન્માન છે. એકે કહ્યું કે ભગવાન આવા ઉદાર હૃદયવાળા વ્યક્તિને આશીર્વાદ આપે. એકે કહ્યું કે આ વીડિયો તેના દિલને સ્પર્શી ગયો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર