3280 ફીટની ઊંચાઇએ હોટ એર બલૂન પર ડાન્સ કરી આ વ્યક્તિએ બનાવ્યો રેકોર્ડ

News18 Gujarati
Updated: February 25, 2020, 11:09 AM IST
3280 ફીટની ઊંચાઇએ હોટ એર બલૂન પર ડાન્સ કરી આ વ્યક્તિએ બનાવ્યો રેકોર્ડ
હોટ એર બલૂન પર ઊભેલો વ્યક્તિ

રેમીએ કહ્યું કે હવાના કારણે ઊપર બેલેન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

  • Share this:
દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવાની ચાહ કેટલાક લોકોને કંઇ પણ કરી છૂટવા તૈયાર કરે છે. પશ્ચિમ ફ્રાંસના શૈટલરુમાં હોટ એર બલૂન પર ડાન્સ કરી વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ એક વ્યક્તિએ નોંધાવ્યું છે. આ બલૂનની ઉપર એક મેટલની ખુરશી રાખવામાં આવી હતી તેમ પર બેસીને આ વ્યક્તિને બેલેન્સ કરવાનું હતું. ખાસ વાત એ છે કે જે બલૂન પર આ વ્યક્તિ નાચી રહ્યો હતો તે બલૂનને તેનો પિતા જ ચલાવી રહ્યા હતા.

પશ્ચિમ ફાંસના શેટલરુમાં હૉટ એર બલૂન પર ડાન્સ કરનાર આ વ્યક્તિનું નામ છે રેમી ઓવરાર્ડ. 26 વર્ષના રેમીએ દરિયાઇ સપાટીથી 3280 ફિટ ઊંચાઇ પર બલૂન પર ડાન્સ કરવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટ મુજબ હોટ એર બલૂનના ઉપર રહીને કોઇ પણ વ્યક્તિએ આજ દિવસ સુધી ડાન્સ નથી કર્યો. અને આવું કરનાર રેમી પહેલા વ્યક્તિ છે.


જો કે વર્ષ 2016માં સ્કાઇ ડ્રિફ્ટર્સ હોટ એર બૈલૂનિંગની તરફથી એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ આવા જ એક હોટ એર બલૂન પર ઊભો હતો. રેમી ઓવરાર્ડના કહેવા મુજબ આ બલૂનમાં જે હવા ભરવામાં આવે છે તેના કારણે ઊપર બેલેન્સ બનાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે .જો કે રેમીએ સાથે તે પણ કહ્યું કે હવામાં આટલી ઉમર ડાન્સ કરવાનો અનુભવ ખરેખરમાં રોમચંક હોય છે. ત્યારે રેમીએ આ એવોર્ડ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી.
First published: February 25, 2020, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading