દુનિયાનું સૌથી મોટું ઈંડું આપે છે આ મરઘી, એક ઈંડામાંથી નીકળે છે ત્રણ ત્રણ જરદી

દુનિયાનું સૌથી મોટું ઈંડું આપે છે આ મરઘી, એક ઈંડામાંથી નીકળે છે ત્રણ ત્રણ જરદી
પેપ્પા મરઘી.

સોશિયલ મીડિયામાં આજકાલ ઇંગ્લેન્ડના સાઉથ યૉર્કશાયરની એક મરઘી ખૂબ જ ચર્ચામાં છે. Peppa નામની મરઘી દુનિયાનું સૌથી મોટું ઈંડું આપે છે.

 • Share this:
  લંડન: દેશમાં કરોડો લોકો ઈંડાને દૈનિક આહારમાં ઉપયોગ કરે છે. એવા પણ લોકો છે જેઓ ઈંડાને વેજિટેરિયન (Vegetarian) ગણે છે. ભલે તેઓ માંસ કે માછલી ખાતા ન હોય પરંતુ ઈંડા (Egg) ખાતા હોય છે. તમે સફેદ અને બ્રાઉન કલરના ઈંડા જોયા હશે. મરઘી ઉપરાંત બતકના ઈંડા પણ તમે જોયા હશે. સૌથી મોટા ઈંડાની વાત કરવામાં આવે તો ઑસ્ટ્રિચ (Ostrich)નું ઈંડું દુનિયામાં સૌથી મોટું ગણવામાં આવે છે. જોકે, આ બધાની વચ્ચે આજકાલ એક મરઘી ખૂબ ચર્ચામાં છે. આ મરઘી સૌથી મોટા ઈંડા આપે છે. જો સામાન્ય ઈંડા સાથે આ મરઘીના ઈંડાની સરખામણીમાં કરીએ તો તે ત્રણ ગણું મોટું હોય છે. લોકોને પણ આ મરઘીના ઈંડામાં ખૂબ રસ લઈ રહ્યા છે.

  આંખો પર વિશ્વાસ નહીં કરી શકો  ઇંગ્લેન્ડના સાઉથ યૉર્કશાયર (South Yorkshire)માં રહેતી 71 વર્ષીય જેનિસ શાર્પે (Jenice Sharp) સોશિયલ મીડિયા પર ઈંડાની તસવીર પોસ્ટ કરી છે. આ ઈંડું તેણી ખરીદીને લાવી હતી. શાર્પે સ્થાનિક પોલ્ટ્રી ફાર્મમાંથી આ ઈંડાની આખી ટ્રે ખરીદી હતી. જેમાં એક ઈંડુ અન્યની સરખામણીમાં ત્રણ ગણું મોટું હતું. શાર્પે ઈંડાને ફોડ્યું ત્યારે તેમાંથી ત્રણ એગ યોક (Yolk) નીકળ્યાં હતાં. શાર્પ તેની આંખો પર વિશ્વાસ કરી શકી ન હતી. તેણીએ તુંરત જ તેની તસવીર ક્લિક કરી લીધી હતી.

  આ પણ વાંચો: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

  પેપ્પા મરઘી આપે છે આ ઈંડું

  આ ઈંડું ફાર્મ હાઉસની પેપ્પા ( Peppa) નામની મરઘીનું છે. પેપ્પા અન્ય મરઘીઓની સરખામણીમાં ત્રણ ગણું મોટું ઈંડું આપે છે. પોલ્ટ્રી ફાર્મના માલિકે જણાવ્યું કે, પેપ્પા તેની પોલ્ટ્રી ક્વીન છે. તેના ઈંડા હંમેશા મોટા હોય છે. માલિકના કહેવા પ્રમાણે પેપ્પા ત્રણ વર્ષની છે. તેના ફાર્મમાં હજારો મરઘી છે, પરંતુ તેમાં પેપ્પા સૌથી અલગ છે.

  આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત


  આ પણ વાંચો: કોરોનાના કપરા સમયમાં શરીરમાં ઑક્સીજન સ્તર વધારવા આ ખોરાકનું કરો સેવન

  ઈંડાની કિંમત ખૂબ વધારે

  પોલ્ટ્રી ફાર્મમાં પેપ્પાના ઈંડા ખૂબ પ્રસિદ્ધ છે. અન્ય મરઘીના ઈંડાની સરખામણીમાં પેપ્પાના ઈંડા ખૂબ મોંઘા વેચાય છે. ફાર્મ પેપ્પાના ઈંડાને 312 રૂપિયા પ્રતિ ડઝન લેખે વેચે છે. બ્રિટિશ એગ ઇન્ફોર્મેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે એક ઈંડામાંથી ત્રણ યોક નીકળવાની શક્યતા 25 મિલિયન કેસમાંથી એક છે. મોટા ઈંડા આપતી પેપ્પા આજકાલ ખૂબ ચર્ચામાં છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 23, 2021, 09:00 am

  ટૉપ ન્યૂઝ