ન્યૂયોર્ક: રોજ રોજની ભાગદોડ ભરી જિંદગીથી થોડો સમય રજાઓ માટે પણ કાઢો કારણ કે રજાઓની મદદથી તમે તમારા તણાવથી રાહત મેળવી શકતા નથી, પણ હૃદય રોગથી થનારી બીમારી પર જોખમ ઘટાડી શકાય છે. સાયકોલોજી અને હેલ્થ મેગેઝિનમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રજાઓ મેટાબોલિક લક્ષણો ઘટાડવા માટે મદદરૂપ થાય છે, જે હૃદયની બીમારીનું જોખમ ઘટાડે છે.
અમેરિકા સ્થિત સિરેક્યૂઝ વિશ્વ વિદ્યાલયના સહાયક પ્રોફેસર બ્રાયસ હય્રૂસ્કાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિઓએ છેલ્લા 12 મહિનામાં થોડી રજાઓ લીધી છે તેમા મેટાબોલિક સિંડ્રોમ અને મેટાબોલિક લક્ષણોનું જોખમ ઓછું છે. તેમણે આગળ કહ્યું કે મેટાબોલિક સિંડ્રોમ દિલની બીમારીઓ માટે જોખમનો એક સંગ્રહ છે. જો તમારે તે વધારે હોય તો હ્ર્દયની બીમારીઓનો ખતરો વધારે છે.
આપણે અનેક વખત હકીકતમાં એ જોઇ રહ્યા છીએ કે માણસ ક્યારેક જ રજાઓ પર જાય છે. તેમા હૃદય રોગનો ખતરો ઓછો જોવા મળ્યો. કારણ કેમેટાબોલિક સંબંધી લક્ષણ પરિવર્તનીય છે. એટલે કે તેને બદલાવી શકાતું નથી અને નાસ પર કરી શકાતું નથી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર