4 કાન વાળી અનોખી બિલાડીને જોઈને લોકો થયા સ્તબ્ધ! સોશિયલ મીડિયા પર વાયરલ

આ ચાર કાન વાળી બિલાડી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીર-Instagram/@midas_x24

આ દિવસોમાં રશિયામાં જન્મેલી બિલાડી (Russian cat with 4 ears) ખૂબ ચર્ચામાં છે. આ અનોખી બિલાડીમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 કાન (Weird cat with 4 ears)છે. આ પ્રાણીના કાન જ તેને અલગ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ વાયરલ થઈ રહી છે.

  • Share this:
બોલિવૂડ અભિનેતા હ્રિતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે અભિનય સિવાય તેના બે અંગૂઠા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કુદરતે બનાવેલી વસ્તુઓમાં કંઈક અલગ જોઈને લોકોને હંમેશા આશ્ચર્ય થાય છે. તેથી જ બે ચહેરાવાળો સાપ (2 faced snake), બે ચહેરાવાળો કાચબો (2 faced turtle), અથવા ચાર હાથનું ચાઇનીઝ બાળક જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. 4 કાન વાળી બિલાડી (Cat with 4 ears) જોઈને લોકો ચોંકી રહ્યા છે.

આ દિવસોમાં રશિયામાં જન્મેલી બિલાડીના ખૂબ ચર્ચ છે (Russian cat with 4 ears). આ અનોખી બિલાડીમાં એક નહીં, બે નહીં, પરંતુ 4 કાન છે. આ પ્રાણીના કાન તેને અલગ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

આ પણ વાંચો: મહિલાએ ચપ્પલથી મગરને ભગાડ્યો, હિંમતનો live video સોશિયલ મીડિયા પર viral

4 મહિનાની બિલાડીને મિડાસ (Midas) કહેવામાં આવે છે અને તેનું પોતાનું ઇન્સ્ટાગ્રામ(instagram) પેજ છે અને જેને 46,000થી વધુ લોકો ફોલો કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે બિલાડીના કાન જ આશ્ચર્યજનક છે એટલું નહીં, પરંતુ તેની છાતી પર પર એક હૃદય આકારનું સફેદ જન્મચિહ્ન પણ છે.

આ પણ વાંચો: પતિએ પત્નીની ત્રીજા માળેથી ધક્કો મારી કરી હત્યા, 10 મહિના પહેલા જ થયા હતા લવ મેરેજ

તુર્કીની મહિલાએ 4 કાનવાળી બિલાડીને લીઘી દત્તક
ઘણા પ્રાણી પ્રેમીઓ બિલાડીના પ્રેમી હોય છે, જેઓ જ્યારે તેની ક્રિયાઓ જુએ છે ત્યારે તેમનું દિલ હારી જાય છે. તાજેતરમાં જ એક મહિલાએ બિલાડીને દત્તક લીધી છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તુર્કીની મહિલા કેનિસ ડોઝમેસી (Canis Dosemeci) અને તેમના પાર્ટનરે બિલાડીને દત્તક (Turkish woman adopted 4 ear cat) લીધી છે.










View this post on Instagram






A post shared by Midas (@midas_x24)




કેટની મિત્ર બની ડોગી
કેટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ખુલાસો થયો છે કે કેનિસ પહેલેથી જ પેટ-લવર છે અને મિડાસને દત્તક લેતા પહેલા તેને 12 વર્ષની એક ડોગી સૂજી છે. મિડાસ અને સુજીને ઘણી બને છે. બંનેના સાથે સાથે રમતી વખતના એકાઉન્ટ પર ઘણા ફોટા જોવા મળે છે. એક વીડિયોમાં બિલાડી તેની મિત્ર સુઝીને ગુડ નાઇટ કિસ આપતી પણ જોવા મળી રહી છે. બિલાડીની માલકિન કેનિસે સમજાવ્યું કે તેના ૪ કાન તેની સાંભળવાની શકિત પર કોઈ અસર નથી કરતી. તે સામાન્ય રીતે જે રીતે પ્રતિસાદ આપે છે તે જ રીતે આપે છે.
Published by:Riya Upadhay
First published: