Home /News /eye-catcher /Viral: અહીં પોતાની કાર ખુલ્લી મૂકીને જતા રહે છે લોકો, કારણ જાણીને ચોંકી ઉઠશો!

Viral: અહીં પોતાની કાર ખુલ્લી મૂકીને જતા રહે છે લોકો, કારણ જાણીને ચોંકી ઉઠશો!

લોકો કેનેડા સિટીમાં પોતાની કારના દરવાજાને અનલોક રાખે છે.

ચર્ચિલ (Churchill, Canada) કેનેડાનું એક નાનું શહેર છે. તે હડસન ખાડીના પશ્ચિમ છેડે (city of polar bear) આવેલું છે. આ શહેરની ખાસિયત એ છે કે અહીંના લોકો કોઇ પણ જાતની ચિંતા કે ડર વગર પોતાની કારના દરવાજા ખુલ્લા (People leave car doors open in Churchill) મૂકી દે છે.

વધુ જુઓ ...
    દુનિયાભરમાં એવી ઘણી અજીબોગરીબ વસ્તુઓ (Weird Things around the world) છે જેનાથી આપણા હોશ ઉડી જાય છે. જુદા જુદા દેશોના લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ અથવા રિવાજોમાં માને છે. પરંતુ આજે આપણે જે માન્યતા વિશે જણવા જઈ રહ્યા છીએ તે કોઈ ધર્મ કે સમુદાય સાથે સંબંધિત નથી, પરંતુ એક માનવી તરીકે છે. કેનેડામાં એક નાનું શહેર છે જ્યાં લોકો કેનેડા સિટીમાં પોતાની કારના દરવાજાને અનલોક રાખે છે. તેનો અર્થ એ કે તેઓ તેમની કાર (People keep car doors unlocked in Canada City)ને લોક કરતા નથી. આનું કારણ તદ્દન વિચિત્ર છે.

    ચર્ચિલ કેનેડાનું એક નાનું શહેર છે. તે હડસન ખાડીના પશ્ચિમ છેડે આવેલું છે. આ શહેરની ખાસિયત એ છે કે અહીંના લોકો કોઈ પણ જાતની ચિંતા કે ડર વગર પોતાની કાર ખુલ્લી મૂકી દે છે. તેઓ કારને પાર્કિંગમાં મૂકે કે બીજે ક્યાંક, તેમની કાર હંમેશા ખુલ્લી રહે છે (People leave car doors open in Churchill). તમને આશ્ચર્ય થશે કે આવી સ્થિતિમાં કારની ચોરી કેમ નથી થતી, અથવા આવી વિચિત્ર માન્યતાનું કારણ શું છે.

    રીંછથી બચવા માટે કારનો દરવાજો રાખે છે ખુલ્લો
    હકીકતમાં ચર્ચિલ શહેર પોલર રીંછ (Car doors unlocked to protect from Polar Bear)થી માટે જાણીતું છે. આ શહેરમાં સૌથી વધુ ધ્રુવીય રીંછ છે, તેથી તેને વિશ્વની ધ્રુવીય રીંછની રાજધાની કહેવામાં આવે છે. કાર ખોલ્લી રાખવા પાછળનું કારણ ધ્રુવીય રીંછ સાથે સંબંધિત છે.

    આ પણ વાંચો: Viral: દોઢ વર્ષની બાળકી જાતે જ બનાવે છે રસોઈ, સાફ-સફાઈ પણ કરે છે પોતે! 

    નિર્દોષ અને સુંદર દેખાતા ધ્રુવીય બિયર ખરેખર અત્યંત જોખમી જીવો છે. તેઓ માણસો પર પણ હુમલો કરે છે જેમાં તેમનો જીવ જાય છે. આવી સ્થિતિમાં, અહીંના લોકો તેમની કાર અન્ય શહેરવાસીઓ માટે ખુલ્લી મૂકી દે છે, જેથી જો તેમનો ક્યારેય પણ ધ્રુવીય બિયરનો સામનો કરવો પડે, તો તેઓ કારમાં છુપાઈ શકે અથવા કાર લઈને ભાગી શકે.

    આ પણ વાંચો: Viral: ભારતનું અનોખું Railway Station જેનું કોઈ નામ નથી! મુસાફરો પણ મુકાઈ જાય છે મૂંઝવણમાં

    ધ્રુવીય રીંછથી તમારી જાતને કેવી રીતે બચાવવી?
    કાર ખુલ્લી મુકવી કાયદા દ્વારા જરૂરી નથી, લોકો માનવતા અને અન્યની સલામતીને ધ્યાનમાં રાખીને જ આવું કરે છે. અહેવાલો અનુસાર, ધ્રુવીય રીંછનું કદ સાઇબેરિયન વાઘ કરતા પણ મોટું હોઈ શકે છે અને તે અત્યંત જોખમી છે.

    આ પણ વાંચો: Viral Video: માછલીના મોંમાં સિરિંજ મારતા જ નીકળ્યા સેંકડો બાળકો, બહાર આવી ગયા! ક્યારેય નહિ જોયો હોય આવો નજારો

    રીંછની પ્રજાતિઓમાં આ સૌથી ખતરનાક માંસાહારી પ્રાણીઓ માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ધ્રુવીય રીંછથી બચવા માટે કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ કાર્યવાહી થવી જોઈએ નહીં. તેમની સામેથી ધીમે ધીમે દૂર થવું જોઈએ.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bear, Canada, Humanity, Viral news, અજબગજબ

    विज्ञापन
    विज्ञापन