Home /News /eye-catcher /Trending Story: દીકરાથી ફક્ત બે વર્ષ મોટા છોકરાને આપી બેઠી દિલ, લવ સ્ટોરી જાણી લોકો હેરાન
Trending Story: દીકરાથી ફક્ત બે વર્ષ મોટા છોકરાને આપી બેઠી દિલ, લવ સ્ટોરી જાણી લોકો હેરાન
લવ સ્ટોરી જાણી લોકો હેરાન
Trending Story: 48 વર્ષીની રશેલે 25 વર્ષના એક વ્યક્તિમ દિલ આપી છે. તે બંનેની મુલાકાત લગભગ બે વર્ષ પહેલા એક ડેટિંગ એપ પર થઈ હતી. ઉંમરમાં ઘણો ફરક હોવાથી બન્ને કપલને ટ્રોલ પણ થવું પડ્યું હતું. મહિલાના પુત્રને પણ શરૂઆતમાં આ બાબતે ખરાબ લાગ્યું હતું.
48 વર્ષીની રશેલ 25 વર્ષના એક વ્યક્તિને દિલ આપી બેઠી છે. તે બંનેની મુલાકાત લગભગ બે વર્ષ પહેલા એક ડેટિંગ એપ પર થઈ હતી. ઉંમરમાં ઘણો ફરક હોવાથી બન્ને કપલને ટ્રોલ પણ થવું પડ્યું હતું. મહિલાના પુત્રને પણ શરૂઆતમાં આ બાબતે ખરાબ લાગ્યું હતું. ત્યારે હવે આ કપલે તાજેતરમાં જ તેમની અનોખી લવ-સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કપલ ટિકટોક પર પણ ખૂબ જ લોકપ્રિય છે.
48 વર્ષની રશેલ વ્યવસાયે શિક્ષક છે
ઉલ્લેખનીય છે કે, 48 વર્ષની રશેલ વ્યવસાયે શિક્ષક છે જ્યારે તેનો બોયફ્રેન્ડ એલેક્સ 25 વર્ષનો છે. આ કપલે ટિકટોક પર 'વૃદ્ધ મહિલા સાથે કેવી રીતે ડેટ કરવું' નામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જે અત્યારે ખૂબ જ વાયરલ થયો હતો. વિગતો પ્રમાણે તે વીડિયાને 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો હતો.વીડિયો વાયરલ થયા પછી લોકો તેમના સંબંધોને લઈને કન્ફ્યુઝ થઈ ગયા હતો. ત્યાર પછી પણ આ કપલે આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. તે લોકોએ તેમના રોમેન્ટિક સંબંધો વિશે જણાવ્યું છે.
તેમણે આ વીડિયોમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ બંને 'મા અને પુત્ર' નથી. રશેલ જે શાળામાં ભણાવે છે ત્યા આવનારા પેરેન્ટ્સને જ્યારે એલેક્સ અને રશેલને એક સાથે જોતા જ તે લોકો પણ કન્ફ્યુજ થઈ જાય છે. કારણ કે રશેલે પોતાના દીરકાની ઉંમરના એલેક્સને ડેટ કરી રહી છે.એક વીડિયોમાં રશેલે જણાવ્યું કે, તેને બે પુત્રો છે. તેમાથી મોટો પુત્ર બેન 23 વર્ષનો છે અને નાનો પુત્ર જ્યોર્જ 19 વર્ષનો છે.
પહેલીવાર એલેક્સને ડેટિંગ એપ પર જોયો હતોઃ રશેલ
ઉલ્લેખનીય છે કે, તેમના બંને દીકરાઓએ વીડિયો ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ શરૂઆતમાં તેમની માતાના આ સંબંધને સ્વીકારી શક્યા ન હતા. રશેલે વધુમાં જણાવ્યું હતુ કે, તેણે પહેલીવાર એલેક્સને ડેટિંગ એપ પર જોયો હતો. તેમના સંબંધની શરૂઆત ડિસેમ્બર 2020માં થઈ હતી. રશેલે તેના પતિથી છૂટાછેડા લીધા હતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે રશેલે એલેક્સને તેની ઉંમર પૂછી તો તે સ્તબ્ધ થઈ ગઈ હતી કારણ કે તેની ઉમર ઘણી નાની હતી. " isDesktop="true" id="1272639" >
ટિકટોક એકાઉન્ટ પર 71 હજારથી પણ વધારે ફોલોઅર્સ
જો કે, ત્યારબાદ દંપતીએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને એકબીજાને જાણવાનું શરૂ કર્યું હતુ. આ કપલના ટિકટોક એકાઉન્ટ પર લગભગ 71 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.એલેક્સે જણાવ્યું કે ઘણીવાર લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરતા હોય છે. આ સાથે ઘણા એવા લોકો છે જે તેમના આ સંબંધ વિશે જાણવા માંગે છે. કેટલાક લોકો તો તેમને મા-દીકરો પણ માને છે. જ્યારે ઘણી વખત તો એવુ પણ બને છે કે લોકો અમને બંનેને ભાઈ-બહેન સમજે છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર