આ 'પ્રામાણિક' વેડિંગ કાર્ડને જોઇને લોકો પેટ પકડી હસી રહ્યા છે!

News18 Gujarati
Updated: November 13, 2019, 10:47 AM IST
આ 'પ્રામાણિક' વેડિંગ કાર્ડને જોઇને લોકો પેટ પકડી હસી રહ્યા છે!
એક પ્રામાણિક લગ્નની કંકોત્રી

અક્ષર પાઠકે લગ્નના કાર્ડની એક પેરોડી આમંત્રણ કાર્ડના રૂપમાં સોશિયલ મીડિયા પર મૂકી છે

  • Share this:
અક્ષર પાઠક નામના જાણીતા કોમેડિયને હાલમાં એક લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર મૂકી છે. જેના પછી લોકો આ કંકોત્રી વાંચી હસી હસીને થઇ રહ્યા છે લોટપોટ. મૂળભૂત રીતે કોઇ પણ ભારતીય લગ્ન કંકોત્રીનું ખાસ મહત્વ હોય છે. પણ કંકોત્રીની ડિઝાઇનથી લઇને તેના પર કરેલો ખર્ચો તમે કેટલા પૈસાદાર છો તે બતાવે છે. ત્યારે કોમેડિયન અક્ષર પાઠક આ વાતને જ હાસ્યની રીતે સરસ રીતે રજૂ કરી છે. સાથે જ લગ્નમાં થતા મસ મોટા ખર્ચા અને લગ્નમાં સર્જાતા કેઓસ વિષે પણ કહ્યું છે.

અક્ષર પાઠકે પોતાના લગ્ન પર લગ્નના કાર્ડની એક પેરોડી આમંત્રણ કાર્ડના રૂપમાં સોશિયલ મીડિયા પર મૂકી છે. જેને લોકો ખૂબ વાયરલ પણ કરી રહ્યા છે અને પસંદ પણ. અહીં અક્ષરે પોતાના નામની જગ્યાએ શર્મા જી કા લડકા અને યુવતીના નામની જગ્યાએ વર્માજી કી લડકી તેમ ઉલ્લેખ કર્યો છે. વધુમાં શર્માજી કા લડકા નીચે ટેગ લાઇનમાં લખ્યું છે કે અહીં પણ તારાથી આગળ.

Loading...આ સિવાય કાર્ડમાં મજાકિયા હેશટેગ પર ટીખળ કરતા લખ્યું છે કે #Shaverma. તેમણે આ વેડિંગ કાર્ડ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. અને તેની પોસ્ટ પર લખ્યું છે એક પ્રામાણિક લગ્નની કંકોત્રી. વધુમાં શરૂઆતમાં લખ્યું છે કે અમે કેટલો ખર્ચો કર્યો છે તે આ કાર્ડ જોઇ સમજી શકો છો, અમે પણ અંબાણીથી ઓછા નથી. વધુમાં લગ્નની તારીખ વિષે લખ્યું છે કે લગ્ન તે જ દિવસ છે જ્યારે બીજા પણ 22,000 લગ્ન થવાના છે. જેથી તમે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ શકો છો.વધુમાં નીચે ખાસ નોંધ લખી છે ગીફ્ટ ના આપતા, સીધુ કેશ જ આપશો. અમે 18 જ્યૂસ મિક્સર ગ્રાઇન્ડરનું શું કરીશું? વળી લગ્ન કંઇ જગ્યા થવાનું છે તે પર પણ રમૂજ કરતા લખ્યું છે કે જ્યાં 4-5 લગ્ન થતા હોય ત્યાં જેથી તમે ભૂલ કરીને કોઇ બીજાના લગ્નમાં પહોંચી જાવ!

જો કે સોશિયલ મીડિયામાં અક્ષરના આ પ્રામાણિક વેડિંગ કાર્ડને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને વાંચીને હસી હસીને લોટપોટ થઇ રહ્યા છે. વળી આ કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઇ રહ્યું છે.
First published: November 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...