અહીં લોકોને કચરો ઉઠાવવા માટે મળે છે પૈસા, બેગ ભરી ભરીને લોકો કરે છે કચરો એકત્રિત

ઇઝરાયલના નાગરિક દ્વારા દરરોજ અંદાજિત સરેરાશ 1.7 કિલોગ્રામ કચરો કાઢવામાં આવે છે (Credit- AFP)

Unique Start up: કચરો કાઢીને પોતાની આસપાસ સફાઈરાખવી એક આદત છે. પરંતુ ઘણા લોકોને આવી આદતો ગમતી નથી

 • Share this:
  ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સ્વચ્છતા અભિયાન પર દેશભરમાં વિવિધ પ્રકારના અભિયાનો ચલાવી રહ્યા છે. દરમિયાન ઇઝરાયલ (Israel) પણ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે આકર્ષક ઓફર આપી રહ્યું છે. અહીં કચરો ઉપાડવા બદલ લોકોને વર્ચ્યુઅલ મની (Start up Offers Virtual Clean Coins) ઓફર કરી એક અનોખુ સ્ટાર્ટ-અપ(Israel Unique Start up) શરુ કરાયું છે.

  પોતાના ડોગ સાથે ચાલતી અલીશ્યાએ 10 બેગ ભરી ક્લીન કોઇન (Clean Coin App) નામની એપ પર અપડેટ કરી 10 ક્લીન સિક્કા મેળવ્યા હતા. એ જ રીતે, અન્ય ઘણા લોકો કચરાના ઢગલા પર કચરાની થેલીઓ લઈ જતા પહેલા એપ્લિકેશન પર અપડેટ કરીને વર્ચ્યુઅલ મની એકત્રિત કરે છે. તેઓ માલ ખરીદવા માટે આ વર્ચ્યુઅલ પૈસાનો ઉપયોગ કરી શકે છે.

  જેટલો ઉઠાવશો કચરો, તેટલા મળશે પૈસા

  ક્લીન કોઇન એપના સહસ્થાપક એડમ રેન કહે છે કે તસવીરો જોતાં તેઓ જાણી લે છે કે કેટલો કચરો છે અને તેને હટાવવા માટે કેટલી બેગની જરૂર પડશે અને કેટલો ક્રેડિટ લાગશે.

  આ પણ વાંચો: 19 વર્ષે માતા બની ગઈ હતી શક્તિ કપૂરની પત્ની, ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન, રસપ્રદ Love Story

  અત્યાર સુધી તેની એપ્લિકેશનને દેશના 16,000 લોકોએ સાઇન અપ કરી છે. તેમાંથી 1,200 લોકો દરરોજ કચરો ઉપાડીને ક્લીન કોઈન એકત્રિત કરે છે. એપ્લિકેશનને એકદમ રસપ્રદ બનાવવામાં આવી છે, વપરાશકર્તાઓ અહીં પોઇન્ટ એકત્રિત કર્યા પછી એક લેવલ આગળ વઘે છે. બીજાના પોઈન્ટ્સ કમ્પેર પણ કરી શકાય છે. આ કોઈ ગેમ જેવુ લાગે છે.

  આ પણ વાંચો: Bigg Boss 15 ફેમ અફસાના ખાનની સંઘર્ષ ગાથા, બાળપણમાં જ પિતાનું અવસાન, ગરીબીમાં વીત્યું જીવન

  ક્રિપ્ટોકરન્સીની જેમ હોય છે ક્લીન કોઈન

  કચરો હટાવ્યા બાદ જે ક્લીન કોઈન મળે છે તે ટ્રેશ કલેક્શન વાઉચર્સ હોય છે. તેમને કપડાં ખરીદવા, હોટેલોમાં રહેવા અને ઇનડોર ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓમાં મુક્ત કરાવી શકાય છે. ધીરે ધીરે સુપરમાર્કેટ્સ પણ આ એપ્લિકેશનમાં જોડાઈ રહ્યા છે. એપ્લિકેશનમાં લોકોનો રસ બતાવવો કચરાના વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ખૂબ સારો સાબિત થઈ રહ્યો છે. ઇઝરાયલના નાગરિક દ્વારા દરરોજ અંદાજિત સરેરાશ 1.7 કિલોગ્રામ કચરો કાઢવામાં આવે છે. અહીં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે, જેના કારણે કચરો પણ પર્યાવરણ માટે ખતરો બની ગયો છે.
  Published by:Riya Upadhay
  First published: