મરણ પહેલાં આ લોકો અહીં પોતાના અંતિમ સંસ્કાર કરી નાખે છે

News18 Gujarati
Updated: September 13, 2018, 2:53 PM IST
મરણ પહેલાં આ લોકો અહીં પોતાના અંતિમ સંસ્કાર કરી નાખે છે

  • Share this:
કુદરતનો નિયમ છે કે આ ધરતી પર જેનો જન્મ થાય એનું સમય આવ્યે મરણ થાય છે એ આપણે બધા જાણીએ છીએ. મનષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેના ધર્મ અને સમુદાય પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જેથી તેના આત્માને શાંતિ મળે અને તેની ગતિ થઈ જાય. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર કરવા સ્વાભાવિક છે, પણ અહીં મૃત્યુ આવ્યા પહેલાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

મોત એવી બાબત છે, જેનાથી બધાને ડર પણ લાગતો હોય છે. જીવિત વ્યક્તિ મરણ પહેલાં સ્વયં પોતાના અંતિમ સંસ્કાર કરાવે એ બહુ અજીબ કહેવાય અને એવું હાલ દક્ષિણ કોરિયામાં ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયામાં લોકો પોતાના મરણ પહેલાં જ અંતિમ સંસ્કાર કરાવે છે. આ સાંભળવામાં આપણને બહુ વિચિત્ર લાગે છે, પણ આ વાત સાચી છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં એક એવું સેન્ટર છે, જ્યાં લોકો પોતાના અંતિમ સંસ્કાર સ્વયં કરાવે છે.

અંતિમ સંસ્કાર દરમિયાન સૌથી પહેલા તેમને ભાષણ મારફત આધ્યાત્મિક વાતો સમજાવવામાં આવે છે.


આ સેન્ટરમાં કેટલીક વ્યક્તિઓ માટે નકલી અંતિમ સંસ્કારસંબંધી કાર્યક્રમનું પણ આયોજન થાય છે. અત્યાર સુધીમાં હજારો લોકો અહીં આવી પોતાના અંતિમ સંસ્કાર કરાવી ચૂક્યા છે. જોકે અહીંના લોકો અને સેન્ટરના લોકોનું એવું માનવું છે કે આવું કરવા પાછળ જિંદગીને સકારાત્મક રીતે જોવાની ધારણા જાગે છે. તેમનું એવું માનવું છે કે આનાથી તમારામાં મોતનો ડર સમાપ્ત થઈ જાય છે.

અંતિમ સંસ્કાર પહેલાં તેઓ પોતાની વસિયત લખી નાખે છે.


અંતિમ સંસ્કાર દરમિયાન સૌથી પહેલા તેમને ભાષણ મારફત આધ્યાત્મિક વાતો સમજાવવામાં આવે છે. એટલું જ નહિ, વિડિયોના માધ્યમથી કેટલાક નિર્દેશ પણ આપવામાં આવે છે. આ બધી પ્રક્રિયા બાદ તેમને એક રૂમમાં લઈ જવામાં આવે છે. આ વ્યક્તિ ત્યાં પોતાની વસિયત લખે છે. પછી તેમને એક તાબૂતમાં મડદાની જેમ સુવડાવવામાં આવે છે. એને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તાબૂતને 10 મિનિટ સુધી બંધ કરી દેવામાં આવે છે. આવું કરી આ લોકો પોતાના મનમાં મોત વિશેના ડર સમાપ્ત કરી નાખે છે.
તેમને એક તાબૂતમાં મડદાની જેમ સુવડાવવામાં આવે છે. એને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તાબૂતને 10 મિનિટ સુધી બંધ કરી દેવામાં આવે છે. આવું કરી આ લોકો પોતાના મનમાં મોત વિશેનો ડર સમાપ્ત કરી નાખે છે.


આ કાર્યક્રમમાં ભાગ લેવા એવા લોકો આવે છે, જેઓ ગંભીર બીમારીઓથી પીડાતા હોય. આ સેન્ટરમાં આવા કાર્યક્રમના માઘ્યમથી તેમને અંતિમ સમય માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે, જેથી તેઓ ડરી ડરીને ન જીવે, પણ મનને ખોલીને, ઉત્સાહથી બાકીનું જીવન સારી રીતે પસાર કરી શકે. આના માઘ્યમથી આવા લોકોનાં મનમાં મોટું પરિવર્તન આવે છે.
First published: September 13, 2018
વધુ વાંચો
अगली ख़बर