Home /News /eye-catcher /Ajab-gajab: સ્વિમિંગ પુલમાં ઉતરતા જ શા માટે લાગે છે ટોયલેટ? જાણો રસપ્રદ કારણ
Ajab-gajab: સ્વિમિંગ પુલમાં ઉતરતા જ શા માટે લાગે છે ટોયલેટ? જાણો રસપ્રદ કારણ
આ વાત સામાન્ય છે, પરંતુ શા માટે આમ થાય છે તે કોઈને ખબર નથી.
Interesting Facts: સ્વિમિંગ પૂલ હોય કે તળાવ જ્યારે પણ કોઈ પાણીની અંદર જાય છે, ત્યારે તેને ઘણીવાર ટોઇલેટ લાગી જાય છે. આ વાત સામાન્ય છે, પરંતુ શા માટે આમ થાય છે તે કોઈને ખબર નથી.
દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ (Weird Things) આપણે અનુભવીએ છીએ પરંતુ આપણને તેનું કારણ (Reason) ખબર નથી હોતી. ઘણી સામાન્ય બાબતો છે, પરંતુ મોટાભાગના લોકો તેની પાછળનો તર્ક જાણતા નથી. આવી જ એક સ્થિતિનો સામનો વ્યક્તિ જ્યારે સ્વિમિંગ પૂલની અંદર જાય છે ત્યારે કરે છે. સ્વિમિંગ પૂલ હોય કે તળાવ જ્યારે પણ કોઈ પાણીની અંદર જાય છે, ત્યારે તેને ઘણીવાર ટોઇલેટ (pee just after entering in swimming pool) લાગી જાય છે. આ વાત સામાન્ય છે, પરંતુ શા માટે આમ થાય છે તે કોઈને ખબર નથી.
ઘણીવાર લોકો સ્વિમિંગ પૂલની અંદર જાય ત્યારે પેશાબ કરી લે છે. આ કારણથી લોકોને પૂલની અંદર જતા પહેલા બાથરૂમનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર લોકો આ વાતને નજરઅંદાજ કરીને પાણીની અંદર પેશાબ કરે છે. આવા લોકોને અટકાવવા માટે પૂલો ખાસ વ્યવસ્થા કરતા હોય છે. તેઓ પાણીની અંદર એવું કેમિકલ નાખી દે છે, જેથી કોઈ પેશાબ કરે કે તરત જ પાણીનો રંગ બદલી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂલની અંદર વ્યક્તિને ટોઇલેટ શા માટે લાગે છે?
આ છે કારણ
આમ થવા પાછળ એક ખાસ બોડી ફંક્શન જવાબદાર છે. જ્યારે મનુષ્યનું શરીર લાંબો સમય પાણીમાં રહે છે ત્યારે ઠંડા પાણીને કારણે તેના મૂત્રાશય પર દબાણ આવે છે. આ કારણે યુરિનરી સિસ્ટમ એક્ટિવ થઇ જાય છે. એટલા માટે પાણીની અંદર જતા જ તમને ટોયલેટ લાગે છે. આ વાતની પુષ્ટી કરવા માટે કેનેડાના સંશોધકોએ એક સર્વે હાથ ધર્યો હતો અને તે નિષ્કર્ષ પર આવ્યા હતા કે, પાણીના દબાણને કારણે લોકોને પૂલની અંદર જતા જ ટોયલેટ લાગી જાય છે. પોતાના સર્વેમાં તેમણે ઘણા લોકોને પૂલમાં ઉતારીને આના પુરાવા એકઠા કર્યા હતા. આ ઉપરાંત લોકોએ પૂલમાં જતા પહેલા પાણીની અને ત્યારબાદની માત્રાની તુલના કરી હતી. આનાથી પુષ્ટિ થઈ કે લોકો પૂલમાં ટોઇલેટ કરે છે.
લોકોએ પાણીમાં જતા પહેલા હંમેશાં સ્વચ્છતાના હેતુથી વોશરૂમમાં પેશાબ કરવો જોઈએ. જે લોકો આવું નથી કરતા તેઓ પોતાના માટે તેમજ બાકીના લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે. પેશાબમાં ઘણા પ્રકારના રસાયણો હોય છે, જે હાનિકારક બેક્ટેરિયા સાથે મળીને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, લોકોએ સ્વિમિંગ પૂલની અંદર ટોઇલેટ કરવાથી બચવું જોઈએ. આ માટે પાણીમાં જતા પહેલા બાથરૂમનો ઉપયોગ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર