કેરળ: એમ્બ્યુલન્સમાં પેશાબ કર્યો તો સ્ટ્રેચર ઉંધુ પાડ્યું, ઇલાજ સમયે મોત

ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલો આ વીડિોયને એક પ્રત્યક્ષદર્શીએ રેકોર્ડ કર્યો છે.

ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલો આ વીડિોયને એક પ્રત્યક્ષદર્શીએ રેકોર્ડ કર્યો છે.

 • Share this:
  કેરળ: શહેરનાં ત્રિશૂર સ્થિત એક હોસ્પિટલમાં દર્દી સાથે દુર્વ્યવહારનો કિસ્સો સામે આવ્યો છે. એક દર્દીને ફક્ત એટલે જ એમ્બ્યુલન્સથી બહાર કાઢવામાં આવ્યો કારણ કે તેણે એમ્બ્યુલન્સમાં પેશાબ કરી દીધો હતો. ઘટના ત્રિશૂર મેડિકલ હોસ્પિટલની છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ પ્રદેશની મેડિકલ વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે.

  ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલો આ વીડિોયને એક પ્રત્યક્ષદર્શીએ રેકોર્ડ કર્યો છે. જેમાં એક બીમાર વ્યક્તિ સ્ટ્રેચર પર બેભાન અવસ્થામાં સુતો જોવા મળે છે. વીડિયોમાં જે જોવા મળે છે તે મુજબ સ્ટ્રેચરનો એક ભાગ જમીન પર તો બીજો ભાગ એમ્બ્યુલન્સમાં છે. આ દરમિયાન દર્દીનું માથુ જમીન તરફ અને પગ ઉપરની તરફ જોવા મળે છે.

  પોલીસે સમગ્ર ઘઠનામાં એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરની બેદરકારીનો કેસ દાખલ કર્યો છે. હાલમાં ડ્રાઇવરની ઓળખ થઇ ગઇ છે. પોલીસનાં જણાવ્યા મુજબ, મેડિકલ સ્ટાફ ગ્લવ્સ લેવા માટે હોસ્પિટલની અંદર ગયા હતાં. આ દરમિયાન એમ્બ્યુલન્સ ડ્રાઇવરે દર્દીને સ્ટ્રેચર સહિત બહાર કાઢ્યો હતો. દર્દી ઘણા સમય સુધી આવી પરિસ્થિતિમાં જ સ્ટ્રેચર પર પડ્યો રહ્યો હતો. આખરે બે અન્ય હોસ્પિટલ મેમ્બર્સે તેને વ્હીલચેર પર બેસાડ્યો હતો જોકે, બાદમાં ઇલાજ દરમિયાન શનિવારે તેનું નિધન થઇ ગયુ હતું.

  રિપોર્ટ પ્રમાણે, પીડિત 20 માર્ચનાં રોજ થયેલાં એક રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તે ગંભીર રૂપે ઘાયલ થયો છે અને તેનાં માથાનાં ભાગે ઇજા થઇ હતી. શરૂઆતમાં તેણે પલક્કડની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. તેણે વધુ ઇલાજ માટે ત્રિશૂર લઇ જવામાં આવ્યા હતાં. ત્યારે આ ઘટના બની હતી.પોલીસનાં અનુસાર, આ કેસ શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે થયો હતો. દર્દીનું ઇલાજ દરમિયાન શનિવારે તેનું નિધન થઇ ગયુ હતું.

  એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે પરિવારનાં કોઇ સભ્ય ન હતાં. પલક્કડનાં કેટલાંક હોસ્પિટલ સ્ટાફની મદદથી તેને ત્રિશૂર શહેર લઇ જવામાં આવતા હતાં.


  (વીડિયો સાભાર-માતૃભૂમિ ન્યૂઝ)
  Published by:Margi Pandya
  First published: