Home /News /eye-catcher /

જોર લગાકે હઈશા... મુસાફરોએ રનવે પર વિમાનને મારવો પડ્યો ધક્કો, જુઓ મજેદાર VIDEO

જોર લગાકે હઈશા... મુસાફરોએ રનવે પર વિમાનને મારવો પડ્યો ધક્કો, જુઓ મજેદાર VIDEO

આ વિમાન તારા એરલાઇન્સનું છે અને આ ધક્કો મારવાની ઘટના બજૂરાના કોલ્ટી એરપોર્ટની છે.

Social Media Viral Video: નેપાળના પત્રકાર સુશીલ ભટ્ટારાઈ મુજબ તારા એરનું આ વિમાન ટાયર ફાટ્યા બાદ રનવે પર જ ઊભું રહી ગયું હતું. આ વિમાન રનવે પર વચ્ચે ઊભું હોવાથી અન્ય વિમાનોની ઉડાનમાં અવરોધ પેદા થયો હતો. એટલે ત્યાં હાજર લોકોએ વિમાનને ધક્કો લગાવ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. બોલિવુડનું એક ગીત બહુ જાણીતું બન્યું હતું ‘યે માલ ગાડી તૂ ધક્કા લગા’. આ ગીતના શબ્દો વાંચીને તમને પણ એ દિવસો યાદ આવી ગયા હશે જ્યારે તમે બગડી ગયેલી કાર, બાઈકને ધક્કો લગાવીને ચલાવી હોય. પરંતુ પડોશી દેશ નેપાળ (Nepal Video)માં લોકો ગાડી, કાર નહીં પણ વિમાનને ધક્કો લગાવી રહ્યા છે. લોકો રનવે પર વિમાનને આગળ વધારવા માટે કમર કસી રહ્યા છે તે જોઈને લોકો રમૂજ કરી રહ્યા છે.

    આ વિમાન તારા એરલાઇન્સનું છે અને આ ધક્કો મારવાની ઘટના બજૂરાના કોલ્ટી એરપોર્ટ પર ઘટી છે. રનવે પર મુસાફરો અને એરપોર્ટ પ્રશાસનના કર્મચારીઓ વિમાનને ધક્કો મારી રહ્યા છે એ ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. આમ તો જુદી-જુદી ઘટના વિડીયોમાં કેદ થતી જોવા મળી છે, પણ વિમાનને ધક્કો મારવાની આ ઘટના પહેલી વખત સામે આવી છે અને લોકો નવાઈ પામી રહ્યા છે.

    વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રનવે પર એક વિમાન ઊભું છે અને ત્યાં હાજર મુસાફરો અને સુરક્ષાકર્મીઓ તેને ધક્કો મારી રહ્યા છે, જેથી તે આગળ વધી શકે. નેપાળના પત્રકાર સુશીલ ભટ્ટારાઈ મુજબ તારા એરનું આ વિમાન ટાયર ફાટ્યા બાદ રનવે પર જ ઊભું રહી ગયું હતું. આ વિમાન રનવે પર વચ્ચે ઊભું હોવાથી અન્ય વિમાનોની ઉડાનમાં અવરોધ પેદા થયો હતો. એટલે ત્યાં હાજર લોકોએ વિમાનને ધક્કો લગાવ્યો હતો.



    આ પણ વાંચો: VIDEO: ઇરાની સૈનિકો અને તાલિબાનીઓ વચ્ચે થઈ હિંસક લડાઈ, ફાયરિંગનો વિડીયો વાયરલ

    સોશ્યલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે અરે ભાઈ આની પાછળ કોઈ લોજિક નથી કે દસ લોકોએ મળીને ધક્કો માર્યો અને વિમાન હટી ગયું. તો, એક યુઝરે લખ્યું કે આ કી પણ એરલાઇન સાથે થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે તેમાં નેપાળના નાગરિક ઉડ્ડયન મંડળની ભૂલ છે. જ્યારે પણ એરપોર્ટ પર આવો હાદસો થાય છે તો અધિકારીઓ પાસે વિમાન ઠીક કરવા માટે જરૂરી સામાન ઉપલબ્ધ હોવો જોઈએ.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Funny videos, Nepal, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन