હૉલીવુડ અભિનેત્રી એલિઝાબેથ ટેલરના ભૂતે કરી 'KISS'!

ન્યૂયૉર્કઃ શું ભૂત ખરેખર હોય છે? શું આત્માઓ સાથે સંવાદ કરી શકાય છે? અત્યાર સુધી આપણે ભલે આ વિષયને ચોપડીઓમાં અથવા તો ફિલ્મોમાં જોયુ હશે. પણ લાગે છે કે, ખરેખર આત્માઓની હાજરી હોય છે. આવુ અમે નથી કહી રહ્યાં, પરંતુ એક હોલીવુડ એક્ટરે દાવો કર્યો છે.

ન્યૂયૉર્કઃ શું ભૂત ખરેખર હોય છે? શું આત્માઓ સાથે સંવાદ કરી શકાય છે? અત્યાર સુધી આપણે ભલે આ વિષયને ચોપડીઓમાં અથવા તો ફિલ્મોમાં જોયુ હશે. પણ લાગે છે કે, ખરેખર આત્માઓની હાજરી હોય છે. આવુ અમે નથી કહી રહ્યાં, પરંતુ એક હોલીવુડ એક્ટરે દાવો કર્યો છે.

  • Share this:
ન્યૂયૉર્કઃ શું ભૂત ખરેખર હોય છે? શું આત્માઓ સાથે સંવાદ કરી શકાય છે? અત્યાર સુધી આપણે ભલે આ વિષયને ચોપડીઓમાં અથવા તો ફિલ્મોમાં જોયુ હશે. પણ લાગે છે કે, ખરેખર આત્માઓની હાજરી હોય છે. આવુ અમે નથી કહી રહ્યાં, પરંતુ એક હોલીવુડ એક્ટરે દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમના શોના દરમિયાન તેમણે ના માત્ર મહાન અભિનેત્રીઓમાના એક એલિઝાબેથ ટેલરના ભૂત જોયું છે, પરંતુ એલિઝાબેથના ભૂતે તેમના ગળાના ભાગ પર 'કિસ' પણ કરી હતી.

આ દાવો કરનાર વ્યક્તિનું નામ છે મિકી વરમૂચ (63) છે. મિકી વરમૂચ પોતાના હોરર શો 'માઇ બિગ ફૈટ ગિપ્સી સાઇક' ની શૂટીંગ કરી રહ્યાં હતા, જે ટીવી પર ટૂંક સમયમાં પ્રદર્શિત થવાનું છે. મિકી વરમૂચે દાવો કર્યો છે કે, તેઓને એલિઝાબેથ ટેલરના ભૂતને સીડીઓ ચઢતા પણ જોયુ હતુ. મિકી વરમૂચ 'ગિપ્સી બોય' ના નામથી પણ જાણીતા છે. તેઓ ત્રીજા વિશ્વયુદ્ધના સમય બ્રિટેનના પ્રધાનમંત્રી રહેલા વિસ્ટન ચર્ચિલની આત્મા સાથે પણ સંપર્ક સાધવાનો દાવો કરી ચૂક્યા છે.

ટીવી શોના દાયર આઇક ખાને કહ્યું કે, હું ભૂતોના વિષયમાં સારૂ ગ્યાન રાખુ છું. એટલે મિકી વરમૂચના દાવાને હું સામાન્ય ન ગણી શકુ. જે રીતે  વીડિયો શૂટ થતી વખતે મિકી વરમૂચ ચાલી રહ્યાં છે અથવા બોલી રહ્યાં છે, તેને જોતા એવુ લાગે છે કે, તેઓ બિલકુલ સત્ય કહી રહ્યાં છે.
First published: