...ને અચાનક પાર્ક કરેલું બાઇક આપમેળે ચાલવા લાગ્યું! ઘટના સીસીટીવીમાં કેદ

...ને અચાનક પાર્ક કરેલું બાઇક આપમેળે ચાલવા લાગ્યું! ઘટના સીસીટીવીમાં કેદ
બનાવ સીસીટીવીમાં કેદ.

એક યૂઝરે લખ્યું છે કે,"ભૂત પણ દારૂ પી ગયું હતું એટલે નીચે પડી ગયું હશે." બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, "ભૂત પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે."

  • Share this:
    નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર તાજેતરમાં એક વીડિયો (Video) વહેતો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શેરીમાં પાર્ક કરેલું એક બાઇક આપમેળે જ ચાલવા (Parked Motorcycle moving on its own) લાગે છે. જે બાદમાં ઇન્ટરનેટ યૂઝર્સમાં ચર્ચા છેડાઈ છે. અમુક લોકો આને વીડિયો એડિટિંગની કમાલ ગણાવી રહ્યા છે તો અમુક લોકો ખરેખર આવું બન્યું હોઈ શકે છે તેવા મતમાં છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. ટ્વિટર પર ફરી રહેલા આ વીડિયોને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે, તે અમુક લોકો ખરેખર આવું બન્યું હશે તેવું માની રહ્યા છે. અમુક લોકો એવો પણ મત રજૂ કરી રહ્યા છે કે બાઇકના વાયરિંગાં કોઈ લોચો થવાથી આવું થવું શક્ય છે.

    ટ્વિટર પર ધૂમ મચાવી રહેલો વીડિયો ગત વર્ષે ડિસેમ્બરનો છે. 30 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે બે મોટર સાઇકલ શેરીમાં પાર્ક કરેલા હોય છે. જેમાંથી અચાનક એક બાઇક ચાલવા માંડે છે. બાઇકની આપમેળે રસ્તાની વચ્ચે આવી જાય છે અને નીચે પટકાય છે.



    આ પણ વાંચો: LPG Gas Cylinder Price: આમ આદમીને મોટો ઝટકો, રસોઈ ગેસની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ

    આ વીડિયો પોસ્ટ કરનાર એક યૂઝરે લખ્યું છે કે, "જો આ ઘટના સીસીટીવીમાં કેદ ન થઈ હોત તો કદાચ કોઈ વ્યક્તિ આના પર વિશ્વાસ ન કરતું." આ સીસીટીવી ફૂટેજને ટ્વીટર પર અત્યારસુધી અનેક લોકો જોઈ ચુક્યા છે. જોકે, આ વીડિયોની સત્યતાની ચકાસણી થઈ શકી નથી. અનેક લોકોએ આ વીડિયોને લઈને અવનવી કૉમેન્ટ પણ કરી હતી.

    આ પણ વાંચો: 16 વર્ષની કિશોરીની બળાત્કાર બાદ હત્યા, આરોપીઓએ તેના પિતા અને ભત્રીજીની પણ હત્યા કરી નાખી

    એક યૂઝરે લખ્યું છે કે,"ભૂત પણ દારૂ પી ગયું હતું એટલે નીચે પડી ગયું હશે." બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે, "ભૂત પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે." વધુ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "બાઇકમાં આ કોની આત્મા ઘૂસી ગઈ છે." હાલ તો આ વીડિયોને કારણે લોકોને મજા પડી છે. તમે આ વીડિયો વિશે શું કહેશો?
    Published by:Vinod Zankhaliya
    First published:February 04, 2021, 14:40 pm

    ટૉપ ન્યૂઝ