Home /News /eye-catcher /

... તો પહેલીવાર પાણીપુરી દ્રૌપદીએ બનાવી હતી?

... તો પહેલીવાર પાણીપુરી દ્રૌપદીએ બનાવી હતી?

થોડા દિવસોથી રાજ્યભરના પાણીપુરીવાળા પર જાણે તવાઈ આવી ગઇ છે

    થોડા દિવસોથી રાજ્યભરના પાણીપુરીવાળા પર જાણે તવાઇ આવી ગઇ છે. આરોગ્ય વિભાગના દરોડામાં અનેક સ્થળએ પાણીપુરીનો મસાલો, તેનું પાણી ખરાબ હોવાને કારણે ફેંકવામાં આવી રહ્યું છે. જોકે ગુજરાતની પ્રજા માટે તો આ સારા જ સમાચાર છે કે તમને સ્વાસ્થ્યવર્ઘક પાણીપુરી ખાવા મળશે. આપણી મોટાભાગની પ્રજા રસ્તા પર ઉભા રહેતા ભૈયાજી પાસેથી જ પાણીપુરી ખાવામાં વધારે માને છે. જોકે તમે જાણો છો કે પાણીપુરી સાથે આપણો સંબંધ અત્યારનો નથી તે તો આપણી સાથે મહાભારત કાળથી છે. તમને જાણીને નવાઇ તો થશે પરંતુ આવું માનવામાં આવે છે. તો આજે આપણે થોડી આ અંગેની ચટપટી વાતો.

    દુનિયામાં ઇતિહાસ અને માન્યતા બે અલગ અલગ વસ્તુઓ છે. મહાભારતની કથાની સાથે ઘણી માન્યતાઓ પણ જોડાયેલી છે. તેમાં પાણીપુરીની દંતકથા સામેલ છે. આ કથા કેટલી સાચી છે તે તો કહી નથી શકતા પરંતુ આ વાત ઘણી મજેદાર છે.

    માનવામાં આવે છે કે જ્યારે દ્રૌપદીના લગ્ન પાંચ પાંડવો સાથે થયા તો કુંતીએ તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. કુંતીએ એકદિવસ દ્રૌપદીને ઘણી શાકભાજી અને થોડો લોટ આપ્યો. દ્રૌપદીને તેમાંથી જ પાંચ પાંડવો માટે કંઇ બનાવવાનું હતું. પાંચાલીએ લોટમાંથી ગોળ ગોળ પુરી જેવું બનાવ્‌યું અને તેમાં શાકભાજી ભરી દીધી. પાંડવોનું પેટ ભરાઇ ગયું અને માતા પણ ખુશ થઇ ગયા. આને જ પાણીપુરીનું પહેલું મોડલ માનવામાં આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mahabharat, OMG, Panipuri

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन