કર્ણાટક: ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ ગ્રાહકોને નવી-નવી ઓફર આપી છે. જે ભારતીય બજારોમાં ધુમ મચાવી રહી છે. જીઓની ઓફર ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહી છે. ટેલીકોમ ઉદ્યોગને હચમચાવનાર જીઓનો વિચાર એક પાણીપૂરી વાળાએ પણ અપનાવ્યો છે.
કર્ણાટકમાં એક દુકાનદાર પાણીપૂરી વેચવા માટે ત્રણ આકર્ષક યોજના લઇને આવ્યો છે. જે ગ્રાહક તેનો લાભ ઉઠાવી શકે છે. જાણવા મળી રહ્યુ છે કે, આ વિક્રેતા જીઓના ઓફરથી અત્યંત પ્રભાવિત છે અને તેના આધારે તે પાણીપૂરી વેચી રહ્યો છે.
તેની તસવીર સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યી છે. દુકાનદાર પણ જીઓની જેમ અનલિમિટેડ પાણીપુરી વેચવાની યોજના બનાવી છે. દુકાનદાર 80 રૂપિયા એક કલાકમાં અનલિમિટેડ પાણી પુરી, 200 રૂપિયામાં 1 દિવસ અને 2000 રૃપિયા એક મહિના સુધી અનલિમિટેડ પાણીપુરીનું પેકેજ આપી રહ્યો છે. આ પેકેજ, સંપૂર્ણપણે ગ્રાહકો માટે અનુકૂળ છે.તમે તમારી જરૂરિયાતો અને પાણીપૂરીની જરૂરિયાત મુજબ, યોજના પસંદ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર