પ્રેમ લગ્ન કરનારને પરિવારે અપનાવ્યા, પંચાયતે આપી આવી આકરી 'સજા'

News18 Gujarati
Updated: December 3, 2019, 8:55 PM IST
પ્રેમ લગ્ન કરનારને પરિવારે અપનાવ્યા, પંચાયતે આપી આવી આકરી 'સજા'
પ્રતિકાત્મક તસવીર

યુવક- યુવતીના પરિવારજનોએ મહોલ્લાના લોકોની કોઈપણ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. પ્રેમ લગ્ન પછી યુવક-યુવતી સુખી જીવન જીવવા લાગ્યા હતા.

  • Share this:
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મૈનપુરી જનપદમાં પ્રેમ લગ્ન (love marriage) કરના બે પરિવારને પંચાયતે (Panchayat) તુગલકી ફરમાન સંભળાવ્યું હતું. જેને સાંભળીને પીડિતોના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. યુવક - યુવતી પ્રેમ લગ્ન કર્યા તો મહોલ્લાના લોકોએ પંચાયત ભેગી કરી હતી. અને પરિવારનો બહિષ્કાર કરાવી દીધો હતો. જાણકારી મળતા જ પોલીસે (police) તપાસમાં લાગી છે.

બેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ મહોલ્લામાં આશરે એમ મહિના પહેલા એક યુવકે મહોલ્લામાં જ રહેનારી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ અંગે જાણ થતાં મહોલ્લાના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ બંને પરિવારના લોકોએ આંતરીક સહમતીથી પ્રેમી યુગલને સ્વીકારી લીધા હતા.

આ પણ વાંચોઃ-લગ્નના 20 દિવસમાં જ યુવકે કરી આત્મહત્યા, હાથ ઉપર લખ્યો હતો પ્રેમિકાનો મોબાઈલ નંબર

યુવક- યુવતીના પરિવારજનોએ મહોલ્લાના લોકોની કોઈપણ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. પ્રેમ લગ્ન પછી યુવક-યુવતી સુખી જીવન જીવવા લાગ્યા હતા. સમાજમાં ઝેરની જેમ પ્રસરેલી રૂઢીવાદી વિચારના કારણે બે પ્રેમ કરનાર લોકોનું જીવન બર્બાદ થયું હતું.

આ પણ વાંચોઃ-ઉત્તર પ્રદેશમાં મધ્યાહ્ન ભોજનમાં નીકળ્યો ઉંદર, નવ બાળકો બીમાર

ઉલ્લેખનીય છે કે, અત્યારના સમયને આધુનિક સમય માનવામાં આવે છે. લોકો પોતાના કામ સ્માર્ટફોન અને લેપટોપ ઉપર કરતા થઈ ગયા છે. આધનિક યુગમાં હજી પણ જૂનવાણી વિચારણ સરણી ચાલી રહી છે. લોકો પોતાના રૂઢીવાદી વિચારસરણી છોડી શક્યા નથી.આ પણ વાંચોઃ-સસ્તામાં ખરીદો એપલનો શાનદાર iPhone, મળી રહ્યું છે. રૂ.10,800નું ડિસ્કાઉન્ટ

આવી રૂઢીવાદી વિચારસરણીના કારણે ઉત્તર પ્રદેશમાં પ્રેમ કરના યુવક-યુવતી અને બંનેના પરિવારો બર્બાદ થયા હતા. પંચાયતે પ્રેમ લગ્ન સ્વીકારનાર બંને પરિવારને આકરી સજા સંભળાવી હતી.
First published: December 3, 2019, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading