Home /News /eye-catcher /બાળકોને દૂર જ રાખજો! ગેમ પૂરી ન થાય તો મળશે મોત! રમતા પહેલા કરજો વિચાર

બાળકોને દૂર જ રાખજો! ગેમ પૂરી ન થાય તો મળશે મોત! રમતા પહેલા કરજો વિચાર

Nerve Gear: મોડલ વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ના ફાધર તરીકે ઓળખાતા પામર લક્કી (Palmer Luckey)એ એક હેડસેટ બનાવ્યો છે. જે વીઆર ગેમમાં મરી જવા પર પાવરફુલ માઈક્રો વેવ સાથે ખેલાડીના મસ્તિષ્ક પર બોમ્બબારી કરે છે.

Nerve Gear: મોડલ વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ના ફાધર તરીકે ઓળખાતા પામર લક્કી (Palmer Luckey)એ એક હેડસેટ બનાવ્યો છે. જે વીઆર ગેમમાં મરી જવા પર પાવરફુલ માઈક્રો વેવ સાથે ખેલાડીના મસ્તિષ્ક પર બોમ્બબારી કરે છે.

    Virtual Reality Headset: એક અમેરિકી ઉદ્યમીએ હોલીવુડ સાયન્સ ફિક્શન ફિલ્મોમાંથી એક પેજ કાઢ્યું છે અને એક અજીબ દાવો કર્યો છે. તેઓ દાવો કરતા જણાવે છે કે, તેમણે એક એવી ગેમ બનાવી છે, જેમાં ખેલાડી ગેમ પૂરી ન કરી શકે તો ખેલાડીનું મૃત્યુ થઈ જાય છે. મોડલ વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ના ફાધર તરીકે ઓળખાતા પામર લક્કી (Palmer Luckey)એ એક હેડસેટ બનાવ્યો છે. જે વીઆર ગેમમાં મરી જવા પર પાવરફુલ માઈક્રો વેવ સાથે ખેલાડીના મસ્તિષ્ક પર બોમ્બબારી કરે છે. એક બ્લોગ પોસ્ટમાં પામર લક્કીએ જણાવ્યું કે, હેડસેટ ‘નર્વ ગિયર’ (Nerve Gear) એક ડાયરેક્ટ ન્યૂરલ ઈંટરફેસ યૂઝ કરીને વાસ્તવિકતા ઉત્પન્ન કરે છે.

    ગેમ પૂરી કરવામાં ન આવે તો બ્રેઈન પર હુમલો (Attack On brain)

    ડિવાઈસમાં વ્યૂઈંગ સ્ક્રીનની ઉપર ત્રણ એક્સપ્લોઝિવ ચાર્જ મોડ્યુલ છે. નિર્માતા દાવો કરે છે કે, આ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ ડાયરેક્ટ યૂઝરના મસ્તિષ્ક પર ટાર્ગેટ કરે છે અને તેને તાત્કાલિક મારી નાંખવા માટે સક્ષમ છે. પામર લક્કીએ વધુમાં જણાવ્યું કે, ‘પંપ અપ ગ્રાફિક્સ ગેમને વધુ વાસ્તવિક બનાવી શકે છે. ગંભીર પરિણામોનું જોખમ જ તમને તથા ગેમની તમામ વ્યક્તિને વાસ્તવિક મહેસૂસ કરાવી શકે છે. વિડીયો ગેમ મિકેનિઝ્મના આ એરિયાને ક્યારેય પણ એક્સપ્લોર કરવામાં આવ્યો નથી.’

    આ પણ વાંચો: હાથ પરની આ રેખા પરથી નક્કી થાય છે લગ્નજીવનનું ભવિષ્ય, જાણો તમારા પાર્ટનર સાથે જામશે કે નહીં

    આ ગેમથી લોકોમાં અચરજ જોવા મળ્યું

    એનીમે સ્વોર્ડ આર્ટ ઓનલાઈન (Sword Art Online)ની યાદમાં આ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ બનાવવામાં આવ્યું છે. એનીમે સ્વોર્ડ આર્ટ ઓનલાઈને વર્ચ્યુઅલ રિયાલિટીને સમગ્ર જાપાનમાં લોકપ્રિય બનાવી દીધી છે. એનીમે ખેલાડીઓને નર્વગિયર હેડસેટ પર દર્શાવે છે. ગેમમાં એક મેડ સાયન્ટિસ્ટ વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમામ ખેલાડીઓને 100 માળની જેલમાં ફસાવે છે. જો તેઓ આ ગેમમાં મરી જાય તો તે ખેલાડી વાસ્તવિક જીવનમાં પણ મરી જાય છે.



    પામર લક્કીએ જણાવ્યું કે, તેઓ આ બનાવવા માટે અસમર્થ હતા, આ કારણોસર વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટમાં એક્સપ્લોઝિવ ચાર્જ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શું તમે એક એવો વીઆર હેડસેટ ખરીદશો, જે વર્ચ્યુઅલ રિયાલિટીને વાસ્તવિક બનાવી દે છે. ઉપરાંત ગેમ પૂરી ન થાય તો તેઓ તમને પણ મારી નાંખે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Deaths, Game

    विज्ञापन
    विज्ञापन