Chand Nawab latest viral video: પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબ (Chand Nawab)નો વધુ એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે જેમાં તેઓ કરાચીના દરિયા કિનારે ઘૂળની આંધી અને ઠંડી હવાનું રિપોર્ટિંગ કરી રહ્યા છે. આ વિડીયો પાકિસ્તાન ઉપરાંત ભારત (India)માં પણ ઘણાં લોકોએ શેર કર્યો છે.
નવી દિલ્હી. જેની મજેદાર રિપોર્ટિંગ પરથી પ્રેરિત થઈને ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ (Bajrangi Bhaijan)માં એક પાત્ર ઊભું કરવામાં આવ્યું હતું, એ પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબ (Chand Nawab)નો વધુ એક વિડીયો વાયરલ (Viral Video) થયો છે. આ લેટેસ્ટ વિડીયોમાં તેઓ કરાચીના દરિયા કિનારે ઘૂળની આંધી અને ઠંડી હવાનું રિપોર્ટિંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કરાચીમાં દરિયા કિનારે વાતાવરણ સુંદર છે, એટલે કોઈને દુબઈ કે વિદેશ જવાની જરૂર નથી. તેઓ સાથે એ પણ કહી રહ્યા છે કે દુબળા-પાતળા લોકો અહીં ન આવે. તેઓ આ હવામાં ઉડી જશે. પાકિસ્તાનના ઘણાં યુઝર્સ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને ચાંદ નવાબને ટ્રોલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આગવા અંદાજમાં રિપોર્ટિંગ કરતા ચાંદ નવાબનું પાત્ર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં જોવા મળ્યું હતું, જેને નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)એ ભજવ્યું હતું.
વિડીયોમાં શું છે?
ચાંદ નવાબ હાથમાં ન્યુઝ ચેનલનો માઈક લઈને બોલી રહ્યા છે- ‘આ સમયે હું કરાચીમાં દરિયા કિનારે ઊભો છું જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ઠંડો-ઠંડો પવન છે, વાતાવરણ આહલાદક છે, શહેરીજનો દરિયે પહોંચી રહ્યા છે. પરંતુ આ તોફાનમાં મારા વાળ ઉડી રહ્યા છે, મોંમાં ધૂળ જઈ રહી છે અને આંખો નથી ખૂલી રહી. જે લોકો દુબળાપાતળા છે તેઓ અહીં ન આવે, તેઓ હવા સાથે ઉડી શકે છે પણ મોસમ આહલાદક છે. ધૂળનું તોફાન એટલું સારું છે કે તમને સાઉદી કે દુબઈ જવાની જરૂર નથી.’
જુઓ આખો વિડીયો:
Chand Nawab reporting on Karachi's dusty winter winds. Warns doblay-patlay people that they can be blown away by the dust storm. pic.twitter.com/mgYmW2mrbG
ચાંદ નવાબનો આ વિડીયો પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. નાયલાએ વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે ચાંદ નવાબ કરાચીના ધૂળિયા અને ઠંડા હવામાનનું રિપોર્ટિંગ કરી રહ્યા છે. તેણે કટાક્ષ કરતા લખ્યું કે, ‘તેઓ ચેતવણી આપી રહ્યા છે કે દુબળા-પાતળા લોકો અહીં ન આવે, નહીંતર તેઓ ધૂળની આંધીમાં ઉડી શકે છે.’