NFT પર પાકિસ્તાની ‘ફ્રેન્ડશીપ બ્રેકઅપ’ મીમ રૂ. 38,22,778માં વેચાયું!

પાકિસ્તાની મીમ.

Pakistani Friendship Breakup Meme: આ મીમ ગુજરાવાલાના રહેવાસી આસિફ રઝાએ બનાવ્યું હતું. આસિફ રઝાએ ફેસબુક પોસ્ટની મદદથી તેના મિત્ર સાથેના બ્રેકઅપની વાત કરી હતી.

  • Share this:
નવી દિલ્હી: નોન-ફંગીબલ ટોકન (NFTs) ઈન્ડસ્ટ્રી મીમ બનાવનાર લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. આ પ્રકારના એક મીમે NFTની મદદથી ખૂબ જ કમાણી કરી છે. આ મીમ વર્ષ 2015માં પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યું હતું. જો તમે નિયમિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમને “મુદસ્સીર સાથે મિત્રતા તોડ્યા”ના મીમ વિશે ખબર હશે. આ મીમ તાજેતરમાં $51,530 એટલે કે 20 ઈથેરિયમમાં વેચવામાં આવ્યું હતું.

આ મીમ ગુજરાવાલાના રહેવાસી આસિફ રઝાએ બનાવ્યું હતું. આસિફ રઝાએ ફેસબુક પોસ્ટની મદદથી તેના મિત્ર સાથેના બ્રેકઅપની વાત કરી હતી. રઝાએ આ પોસ્ટ બનાવવા માટે કેટલાક બેઝિક એડિટિંગ ટુલ્સનો ઉપયોગ કર્યો હતો. રઝાએ ફેસબુક પર જણાવ્યું હતું કે હવે તેનો બેસ્ટ ફ્રેન્ડ સલમાન અહમદ નકશ છે અને તેના આ નવા મિત્રએ મુદસ્સીર ઈસ્માઈલ અહમદનું સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા: ખુલ્લેઆમ યુવક પર ચપ્પુથી હુમલો, રેલવે સ્ટેશન પર ભાગદોડ, બનાવી સીસીટીવીમાં કેદ

આ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, “હું મારા સૌથી સારા મિત્ર મુદસ્સીર ઈસ્માઈલ સાથેની મિત્રતા તોડું છું.” રઝાએ નકશનો હાથ પકડ્યો છે અને લખ્યું કે, “મુદસ્સીર સાથેની મિત્રતા હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે સલમાન મારો સૌથી સારો મિત્ર છે.” મીમની નીચે મુદસ્સીરના બે ફોટોઝ છે. જેના પર લાલ લાઈનથી ક્રોસ કરવામાં આવ્યા હતા. ડિજિટલ યુગમાં આ ક્લાસિક મીમ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: બુલેટ પર ખુલ્લેઆમ રોમાન્સ, યુગલને ગામ લોકોએ ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો!

છ વર્ષ બાદ આ મીમ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. મીમ બનાવનારે ડિજિટલ કલાની મદદથી આ મીમની બોલી લગાવીને વેચી દીધું હતું. ફ્રેન્ડશીપ ડેની આગળ પાછળના દિવસે આ મીમની બોલી લગાવવામાં આવી હતી, આ મીમ ડિજિટલ આર્ટ માર્કેટપ્લેસ ફાઉન્ડેશન પર વેચી દેવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ NFT લિસ્ટીંગ માટેનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે.

વાઈસ સાથે વાત કરતા રઝાએ જણાવ્યું હતું કે, તેણે આ મીમ માત્ર એટલા માટે બનાવ્યું હતું, જેથી મુદસ્સીર આ મીમ જોઈને અપસેટ થઈ જાય. રઝાએ વધુમાં જણાવ્યું કે, તેમને ખબર ન હતી કે આ ફોટો વાયરલ થઈ જશે અને સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ જશે. તેણે જણાવ્યું કે, આ મીમની મદદથી ત્રણ મિત્રોને પ્રસિદ્ધિ મળી અને ન્યૂઝ એજન્સીએ તેમનું ઈન્ટરવ્યૂ લીધું હતું અને તેમનું કાર્ટૂન પણ બનાવવામાં આવ્યું છે. મીમના કારણે તેઓ પોલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય થયા છે, તેઓને બે કે ત્રણ વ્યક્તિ તરફથી પોલિશ વિઝાની ઓફર પણ આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published: