Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

પાકિસ્તાનના વિવાદાસ્પદ મંત્રી ફૈયાજ ઉલ હસન ચૌહાણનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. (તસવીર- Twitter @NailaInayat)

Pakistan: દુકાનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા જેલ મંત્રી, કાતર કામ ન આવી તો દાંતથી જ કાપી રિબન, જુઓ VIRAL VIDEO

  • Share this:
    ઈસ્લામાબાદ. પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાંતના વિવાદાસ્પદ મંત્રી ફૈયાજ ઉલ હસન ચૌહાણની (Fayaz Ul Hassan Chohan) એક વિચિત્ર હરકત હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. મૂળે, પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા એક દુકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. અહીં તેઓએ દાંતથી જ ઉદ્ઘાટન માટેની રિબિન કાપી દીધી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે.

    ફૈયાજ ઉલ હસન ચૌહાણ (Fayaz Ul Hassan Chohan) એ જ મંત્રી છે, જેમણે વર્ષ 2019માં હિન્દુઓને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમને સૂચના અને સાંસ્કૃતિક મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ તેમને માફી આપીને ફરીથી જેલ મંત્રી બનાવી દીધા હતા. હવે આ વીડિયો બાદ તેઓ ફરીથી ચર્ચામાં છે.



    રિપોર્ટ મુજબ, પંજાબ પ્રાંતના જેલ મંત્રી ફૈયાજ ઉલ હસન ચૌહાણ લાહોરમાં એક ઇલેક્રોકિનિકની દુકાનનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. દુકાનના માલિકે મંત્રી પાસે ઉદ્ઘાટન કરાવવા માટે રિબન લગાવી રાખી હતી. જ્યારે તેઓ પહોંચ્યા તો એક વ્યક્તિ પ્લેટમાં કાતર લઈને મંત્રીજીની પાસે પહોંચ્યા, પરંતુ તે કાતરથી રિબન કપાઈ જ નહીં. સમય પસાર થતો જોઈ ફૈયાજ ઉલ હસન ચૌહાણે પોતાના દાંતથી જ રિબન કાપી દીધી.



    આ પણ જુઓ, VIRAL VIDEO: એક વર્ષના માસૂમે પોતાના ‘Superhuman Power’થી ઉઠાવ્યો 6 કિલોગ્રામનો ગોળો

    26 હજારથી વધુ વાર જોવાયો વાયરલ વીડિયો

    પાકિસ્તાનના જેલ મંત્રી ફૈયાજ ઉલ હસન ચૌહાણના ટ્વીટર એકાઉન્ટ પર શૅર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે, પોતાના વિધાનસભા ક્ષેત્રની દુકાનનું ઉદ્ઘાટન કરવાનો અનોખો અંદાજ...કાતર ખરાબ હતી...દુકાનદારને કપરી સ્થિતિમાં જોતાં મેં બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ..!

    આ પણ વાંચો, VIRAL: 12 વર્ષના બાળકે સ્કૂલની રજાઓમાં ઘરે બેઠા 2 કરોડ રૂપિયાની કરી કમાણી, કર્યું આ જોરદાર કામ

    વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા Fayaz Ul Hassan Chohan કાતરથી રિબન કાપવાનો પ્રયાસ કરે છે. પરંતુ રિબન કપાતી નથી. તો તેઓ દાંતથી રિબન કાપવાનો પ્રયાસ કરે છે તો તેમને કોઈ ટોકે છે. તો ફૈયાજ ઉલ હસન ફરીથી કાતરથી રિબન કાપવાનો પ્રયાસ કરે છે પણ બીજી વખત પણ તેઓ નિષ્ફળ રહે છે. કાતર ધાર વગરની હોય કે બગડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ તેઓ કાતર પરત આપીને દાંતથી જ રિબન કાપી દે છે. દાંતથી રિબન કાપવા માટે તેમને ત્રણ વાર પ્રયાસ કરવો પડે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે તે મુજબ દુકાન ઇલેક્રોદાનિક સામાનનો શોરૂમ લાગી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: