યાદ છે પાકિસ્તાની ચા વાળો અરશદ ખાન, તેને કહ્યું- જે મે કર્યુ તે તમે ન કરતાં..!

News18 Gujarati
Updated: July 22, 2018, 4:24 PM IST
યાદ છે પાકિસ્તાની ચા વાળો અરશદ ખાન, તેને કહ્યું- જે મે કર્યુ તે તમે ન કરતાં..!
ગત વર્ષે પ્રખ્યાત થયેલાં પાકિસ્તાની નીલી આંખોવાળો ચા વાળો. લોકો તેની સુંદરતાનાં કાયલ થઇ ગયા હતાં. પ્રખ્યાત થયા બાદ અરશદ ખાન મોડલ બન્યો

ગત વર્ષે પ્રખ્યાત થયેલાં પાકિસ્તાની નીલી આંખોવાળો ચા વાળો. લોકો તેની સુંદરતાનાં કાયલ થઇ ગયા હતાં. પ્રખ્યાત થયા બાદ અરશદ ખાન મોડલ બન્યો

  • Share this:
નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો કમાલ છે. તેનાંથી કોઇ એકદમ જ પ્રખ્યાત થઇ જાય છે. આ વિશે કંઇ જ કહી શકાય નહીં. પ્રિયા પ્રકાશ વોરિયરથી લઇને ડબ્બૂ અંકલ અને ચાયવાલી આન્ટી સૌ કોઇ આ સોશિયલ મીડિયાથી જ છવાઇ ગયા છે. જોકે આપને યાદ જ હશે ગત વર્ષે પ્રખ્યાત થયેલાં પાકિસ્તાની નીલી આંખોવાળો ચા વાળો. લોકો તેની સુંદરતાનાં કાયલ થઇ ગયા હતાં. પ્રખ્યાત થયા બાદ અરશદ ખાન મોડલ બન્યો. તેણે એક મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે પણ હવે અરશદનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે અફસોસ જતાવ્યો છે કે તેણે કેમ તેનું ભણતર પૂર્ણ ન કર્યું.
#ArshadKhan chai wala regret being illiterate! Do whatever you want but Education first. Follow 👉 @apniisp #chaiwala #teaboy #education #illiterate


A post shared by ApniISP.Com (@apniisp) on
અરશદનો આ વીડિયો 15 જુલાઇનાં રોજ apniisp નામનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે ફેન્સને ભણવાનું પૂર્ણ કરવા સલાહ આપી હતી. અને પોતે પોતાનું ભણવાનું પૂર્ણ નથી કર્યુ તે વાત પર અફસોસ જતાવ્યો હતો. અરશદે લોકોને સલાહ આપી કે તમે ગમે તે ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોવ પણ સૌથી પહેલાં તમારું ભણતર અવશ્ય પૂર્ણ કરી લેજો.

First published: July 22, 2018, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading