લાહોર : પોતાના અનોખા અંદાજને લઇને પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર (Pakistani Anchor)અમીન હાફિઝ (Amin Hafiz)ફરીથી એક ઈન્ટરવ્યૂને લઈને ચર્ચામાં આવ્યા છે. અમીન હાફિઝ એક પાકિસ્તાની પત્રકાર છે. તેઓ ઘણા વર્ષોથી ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહ્યા છે અને તાજેતરમાં તેમણે ભેંસનું ઈન્ટરવ્યૂ (Buffalo Interview)લીધું છે. બકરી ઈદના અવસર પર તેમણે ભેંસનું ઈન્ટરવ્યૂ લીધું છે. અમીન હાફિઝ હાથમાં માઈક લઈને સ્માઈલ સાથે ભેંસનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છે. હાફિઝ કેઝ્યુઅલી ભેંસને સવાલ પૂછી રહ્યા છે અને ભેંસ સવાલની સામે પ્રતિક્રિયા આપી રહી છે. અમીન હાફિઝ સવાલ પૂછી રહ્યા છે કે, “હાંજી તમે જણાવો, તમને લાહોરમાં આવીને કેવું લાગી રહ્યું છે?” આ સવાલ પર ભેંસ ભાંભરીને પ્રતિક્રિયા આપે છે, ત્યારબાદ હાફિઝ ઉત્સાહ સાથે કેમેરા સામે જોઈને કહે છે કે, “લાહોર સારુ લાગ્યું... વાહ જી વાહ (ભેંસને લાહોર ખૂબ જ પસંદ છે)”
એન્કર સવાલ પૂછે છે કે, “જણાવો કે લાહોરનું ભોજન સારું છે કે ગામડાનું ભોજન સારુ છે? (તમને કયું ભોજન પસંદ છે? લાહોરનું કે ગામડાનું ભોજન?)”
ભેંસ ફરી એક વાર ભાંભરીને આ સવાલની પ્રતિક્રિયા આપે છે. આ સવાલ બાદ હાફિઝે આ ઈન્ટરવ્યૂ પૂર્ણ કરતા કહ્યું કે, “ભેંસ હા કહે છે કે તેને લાહોરનું ભોજન પસંદ છે. (હા ભેંસને લાહોરનું ભોજન પસંદ છે.)”
પત્રકાર નૈલા ઈનાયતે આ વીડિયો ક્લિપ ટ્વિટર પર શેર કરી હતી અને આ ક્લિપ અનેક લોકોએ જોઈ છે. ગયા વર્ષે પત્રકાર અમીન હાફિઝ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. જેમાં અમીન હાફિઝ શાહી સમ્રાટના કપડામાં તૈયાર થયો હતો અને હાથમાં તલવાર હતી અને લાહોરમાં ચેનલ જીયો ન્યૂઝ (Geo News) માટે સમાચાર વાંચી રહ્યો હતો.
વર્ષ 2016માં પશુઓના ન્યૂઝ કવરેજ માટે અમીન હાફિઝ ખૂબ જ પ્રખ્યાત થયો હતો
અમીન હાફિઝ વર્ષ 2016માં પશુઓના ન્યૂઝ પર સ્પેશ્યલ કવરેજ કરી રહ્યા હતા. લાહોરમાં પશુઓ રોડ ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રિજનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર ન્યૂઝ કવર કરી રહ્યા હતા. તેમણે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો અને ટ્રાફિકમાં ન્યૂઝ કવર કર્યા હતા.
હાફિઝે ભેંસને સવાલ પૂછ્યો હતો કે, શું તેમના માટે પુલ ઉપયોગ કરવો તે મુશ્કેલભર્યું કામ છે? તેઓ કહી રહ્યા હતા કે કોઈ પણ જાનવર માટે સીડીઓ ચઢવી તે સરળ વાત નથી. ત્યારબાદ એક ન્યૂઝ રિપોર્ટીંગમાં તેણે ગધેડા પર બેસીને રિપોર્ટીંગ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર