Viral Video : આ પાકિસ્તાની પત્રકારનું રિપોટિંગ જોઇ તમે હસવું રોકી નહીં શકો!

News18 Gujarati
Updated: January 16, 2020, 11:55 AM IST
Viral Video : આ પાકિસ્તાની પત્રકારનું રિપોટિંગ જોઇ તમે હસવું રોકી નહીં શકો!
પાકિસ્તાની પત્રકાર અમીન હાફિજ

  • Share this:
પાકિસ્તાન પત્રકાર ચાંદ નવાબની ગજબની રિપોર્ટિંગ તો તમને યાદ જ હશે. ચાંદ નવાબ અજીબ રીતે રિપોર્ટિંગ કરવા માટે જાણીતા છે. ચાંદ નવાબના આવા અનેક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ છે. અને લોકો તેમને જોઇને હસી હસીને લોટપોટ પણ થાય છે. પણ હવે લાગે છે કે ચાંદ નવાબને ટક્કર આપવાનું આ પાકિસ્તાની રિપોટરે નક્કી કરી લીધું છે. હાલમાં જ પાકિસ્તાનના એક અન્ય પત્રકારનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પત્રકારનું નામ અમીન હફીઝ સાહેબ છે.

અને તેમણે હાલમાં જ સમ્રાટ જેવો ગેટઅપ કરીને હાથમાં તલવાર લઇને રિપોર્ટિંગ કર્યું હતું. અને પીટુસી આપી હતી. જે પછી સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. અનેક લોકોએ તેમના પર અનેક રસપ્રદ કમેન્ટ કરી હતી. અને સોશિયલ મીડિયા પર પણ તેમના આ વીડિયોને પસંદ કરવામાં આવી રહ્યો છે.



આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને તેની પર હજારથી વધુ કમેન્ટ પણ છે. એક યુઝરે તો વીડિયો પર કમેન્ટ કહ્યું છે કે પાકિસ્તાન પત્રકારો કાર્ટૂન નેટવર્કને પણ ટક્કર આપે તેવા છે.



અમીન હાફિજ આ પહેલા પણ અનેક અવસર પર અજબ-ગજબ રીતે રિપોર્ટિંગ કરતા નજરે પડ્યા છે. આ પહેલા તે ગઘેડા પર બેસીને રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. જેમાં તે પાકિસ્તાનમાં ગધેડાના વેપારમાં ઝડપથી વધારો થાય તેનું લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर