પ્રેમમાં રંગ, ઉંમર, હોદ્દો અને ઋતબાને કોઈ સ્થાન નથી. આ પ્રકારની એક પ્રેમ કહાની પાકિસ્તાનથી સામે આવી છે. 50 વર્ષની મકાન માલિકને પોતાના 20 વર્ષના નોકર સાથે પ્રેમ થતા બંનેએ લગ્ન કરી લીધા છે.
ઘરની માલિકને નોકર સાથે થયો પ્રેમ
આપણે સહુ જાણીએ છીએ કે, દુનિયા ખૂબ જ બદલાઈ ગઈ છે. આજકાલ પ્રેમ માત્ર બે દિલોનું મિલન નહીં, પરંતુ બે બેન્ક એકાઉન્ટની પણ ડીલ બની ગયો છે. ફેક લવના જમાનામાં એક ટ્રુ લવ સ્ટોરી સામે આવી છે, જે વાંચીને તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે.
ઘરે એકલી રહેતી હતી, નોકર સાથે મિત્રતા થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના ઈસ્લામાબાદની નાઝિયાએ સૂફિયાને રૂ. 18,000ના પગારના આધારે કામ પર રાખ્યો હતો. નાઝિયાની એક મિત્રએ તેને સૂફિયા વિશે જણાવ્યું હતું. નાઝિયાને હવે સૂફિયા સાથે પ્રેમ થઈ ગયો છે.
નાઝિયાએ YouTuber સૈયદ બાસિદ અલીને એક ઈન્ટરવ્યૂમાં તમામ જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે, તે ઈસ્લામાબાદમાં એક ઘરની માલિક છે, પરંતુ તે પોતાના ઘરમાં એકલી રહેતી હતી. સૂફિયાને નોકરી પર રાખ્યા બાદ નાઝિયાને સૂફુયાની આદત, વ્યવહાર, વિચાર વાત કરવાનો અંદાજ પસંદ આવ્યો હતો. થોડા દિવસમાં નાઝિયાને સૂફિયા સાથે પ્રેમ થઈ ગયો હતો.
નાઝિયાએ જણાવ્યું કે, તેને સૂફિયાની સાદગી પસંદ આવી ગઈ હતી. સૂફિયા દરેક વ્યક્તિ સાથે માન અને સન્માનથી વાત કરતો હતો. તે કોઈપણ વ્યક્તિને ખોટી નજરથી જોતો નહોતો. નાઝિયાએ જણાવ્યું કે, જ્યારે તેણે સૂફિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું, ત્યારે સૂફિયા બેભાન થઈ ગયો હતો.
આ કપલની એક યૂટ્યૂબ ચેનલ પણ છે. આ ચેનલ પર તેઓ પોતાની રોજિંદી જિંદગીના વિડીયોઝ શેર કરે છે. નાઝિયાએ જણાવ્યું કે, અમે એકબીજાને સલમાન ખાન અને કેટરીના કેફ કહીએ છીએ. સૂફિયા નાઝિયાની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
નાઝિયાએ જણાવ્યું કે, લોકો અનેક વાર પૂછે છે કે, તેનામાં અને સૂફિયામાં ખૂબ જ અંતર છે. દુનિયામાં ઘણા લોકો છે, તો સૂફિયા સાથે લગ્ન શા માટે કર્યા? નાઝિયાએ જણાવ્યું કે, અમીર હોય કે, ગરીબ, ગોરો હોય કે કાળો. પ્રેમમાં અમીરી અને ગરીબીને કોઈ સ્થાન નથી હોતું. પ્રેમ કોઈને પણ થઈ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર