ઘુવડને કારણે ટ્રેનને દોઢ કલાક રોકવામાં આવી, મુસાફરો પણ ચોંક્યા!

News18 Gujarati
Updated: July 25, 2019, 7:55 AM IST
ઘુવડને કારણે ટ્રેનને દોઢ કલાક રોકવામાં આવી, મુસાફરો પણ ચોંક્યા!
પ્રતિકાત્મક તસવીર

ટ્રેનના એન્જીનમાં ઘુવડ ફસાયું હોવાની વતા જાણીને ટ્રેનમાં સવાર મુસાફરોને પણ આશ્ચર્ય થયું હતું.

  • Share this:
સમાચારનું હેડિંગ વાંચતા જ તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ હકીકત છે. એક ઘુવડને કારણે ટ્રેન દોઢ કલાક સુધી રોકવામાં આવી હતી. હકીકતમાં થયું એવું કે બુધવારે જયપુરથી ભરતપુર જઈ રહેલી જોધપુર-હવાડા એક્સપ્રેસ (ટ્રેન નંબર- 12308) સાથે એક ઘુવડ ટકરાયું હતું. જે બાદમાં વીજળીનો પ્રવાહ અટકી જતાં અને એન્જીન બંધ થઈ જતા ટ્રેન દોઢ કલાક સુધી સ્ટેશન સુધી જ પડી હતી.

આખો ઘટનાક્રમ

હાવડા એક્સપ્રેસ બુધવારે સવારે જયપુરથી ભરતપુર જઈ રહી હતી. ખેરલી સ્ટેશન પહેલા અચાનક એક ઘુવડ અથડાતા એન્જીનનો આગળનો ગ્લાસ તૂટી ગયો હતો. એટલું જ નહીં ઘુવડ અંદર જતું રહેતા ટ્રેનનું એન્જીન બંધ થઈ ગયું હતું.

જે બાદમાં ટ્રેનના ડ્રાઇવરે ટ્રેનને ખેરલી સ્ટેશન પર રોકી દીધો હતી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. સૂચના મળતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ધુવડને એન્જીનમાંથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રેલવેના સ્ટાફે અંદર ફસાયેલા ઘુવડને બહાર કાઢીને ટ્રેનનું એન્જીન ચાલુ કર્યું હતું. બાદમાં આ ટ્રેનને સવારે 5.58 વાગ્યે ભરતપુર માટે રવાના કરવામાં આવી હતી.

રેલવેના એન્જીનિયરોને ટ્રેનના એન્જીનને ચાલુ કરતા અને અંદર ફસાયેલા ઘુવડને બહાર કાઢવા માટે દોઢ કલાક જેવો સમય લાગી ગયો હતો. ટ્રેનના એન્જીનમાં ઘુવડ ફસાયું હોવાની વતા જાણીને ટ્રેનમાં સવાર મુસાફરોને પણ આશ્ચર્ય થયું હતું.
First published: July 25, 2019, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading