વર્ષો બાદ જૂના કેરટેકર સાથે મસ્તી કરતું રીંછ, cute Video જોઇને ખુશ થઇ જશો

News18 Gujarati
Updated: November 6, 2019, 4:26 PM IST
વર્ષો બાદ જૂના કેરટેકર સાથે મસ્તી કરતું રીંછ,  cute Video જોઇને ખુશ થઇ જશો
જૂના કેરટેકર સાથે મસ્તી કરતું રીંછ

વાઇલ્ડ લાઇફ સેન્ટર પ્રમાણે રીંછ સોન્યા (Bear Sonya)એ પોતાનું મોટાભાગનું જીવન એકલતામાં જ વિતાવ્યું છે. તે નાની હતી ત્યારથી જ જૉનાથન તેની દેખરેખ કરતો હતો. સોન્યાની સાથે જૉનાથન ખુબ જ અનોખો અને ઘાઢ સંબંધ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સોશિયલ મીડિયા (Social Media) ઉપર તાજેતરમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક રીંછ (Bear) એક વ્યક્તિને એકદમ ગળે મળે છે. આ વ્યક્તિએ ન્યૂયોર્ક (New York)ના વન્યજીવ કેન્દ્ર ઓટિસવિલેમાં તેની દેખભાળ કરી હતી. આ વીડિયોને વાઇલ્ડ લાઇફ સેન્ટરે (Wildlife Center) ફેસબુક (Facebook)ઉપર શૅર કર્યો છે. વીડિયોમાં સૌન્યા નામની માદા રીંછ જૂના કેર ટેકર સાથે રમતી દેખાય છે.

વાઇલ્ડ લાઇફ સેન્ટર પ્રમાણે રીંછ સોન્યા (Bear Sonya)એ પોતાનું મોટાભાગનું જીવન એકલતામાં જ વિતાવ્યું છે. તે નાની હતી ત્યારથી જ જૉનાથન તેની દેખરેખ કરતો હતો. સોન્યાની સાથે જૉનાથન ખુબ જ અનોખો અને ઘાઢ સંબંધ છે. બંનેએ એક સાથે બહુ સમય પસાર કર્યો છે.તેમણે જણાવ્યું કે, જૉનાથનના ગયા પછી સોન્યા અનેક વર્ષો સુધી વન્યજીવ કેન્દ્રની બહાર નથી નીકળી. તેણે જૉનાથનને અનેક વર્ષોથી જોયો ન્હોતો. પરંતુ જ્યારે તેની જૉનાથન સાથે મુલાકાત થઇ ત્યારે તેમ તેની પાસે ગઇ હતી. અને જૂના દિવસોને યાદ કરીને જૉનાથન સાથે રમવા લાગી હતી.વીડિયોમાં જોઇ શકાય છે કે, રીંછ સોન્યા કેવી રીતે જૂના કેરટેકર સાથે રમી રહી છે. પાછળના પગ ઉપર ઊભી રહીને તે જૉનાથનને ગળે લાગે છે. જૉનાથન તેના પગલને પકડીને પંપાળે છે. બીજા વીડિયોમાં જૉનાથન સોન્યા સાથે જમીન ઉપર પડીને રમી રહ્યો છે. અને તેના માથા ઉપર હાથ ફેરવે છે. વીડિયોમાં જોઇ શકાય છેકે સોન્યા પોતાના જૂના કેર ટેકર સાથે ખુશ છે.જૉનાથને જણાવ્યું હતું કે, તે નાની હતી ત્યારથી જ તેના ઉપર ચઢવાની કોશિશ કરતી હતી. પરંતુ ત્યારે તે વારંવાર લપસીને નીચે પડતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે.
First published: November 6, 2019, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading