Home /News /eye-catcher /મગજનું દહીં: અહીં આપેલી તસવીરમાં એક લૉલીપૉપ છુપાયેલ છે, 10 સેકન્ડમાં શોધી બતાવો

મગજનું દહીં: અહીં આપેલી તસવીરમાં એક લૉલીપૉપ છુપાયેલ છે, 10 સેકન્ડમાં શોધી બતાવો

cristmas balls

ઓપ્ટિકલ ભ્રમ તસ્વીરમાં આ વખતે ક્રિસમસ બોલ્સની વચ્ચે એક લોલીપોપને શોધવાની ચેલેન્જ આપવામાં આવી છે. ડેકોરેશનમાં કામ આવતા બોલ્સની વચ્ચે લોલીપોપને શોધવા સરળ નથી.

આંખોની દગો આપતી ઘણી તસ્વીરો એવી રીતે સેટ કરવામાં આવે છે, કે તેમા છુપાયેલી વસ્તુને શોધવામાં મગજનું દહીં થઈ જાય છે. હકીકતમાં આવા પડકાર ભરેલી તસ્વીરોનો ઉદ્દેશ્ય આપણા મગજનું દહીં કરવા માટે જ હોય છે. આવું કરવા પાછળનું કારણ બતાવામાં આવે છે કે, જેટલું વધારે આવી બાબતોમાં મજગ ઘસાય, તેટલું વધારે મગજ તેજ થાય છે. કારણ કે, કોયડાને ઉકેલવાાં મગજના દરેક એંગલથી વિચારવું પડે છે. જે મગજની કસરત કરે છે. ત્યારે જ તો ભ્રમવાળા પડકારને પાર કરનારાને જીનિયસ કહેવાય છે.

ઓપ્ટિકલ ભ્રમ તસ્વીરમાં આ વખતે ક્રિસમસ બોલ્સની વચ્ચે એક લોલીપોપને શોધવાની ચેલેન્જ આપવામાં આવી છે. ડેકોરેશનમાં કામ આવતા બોલ્સની વચ્ચે લોલીપોપને શોધવા સરળ નથી. એટલા માટે જે લોકો 10 સેકન્ડમાં લોલીપોપને શોધી કાઢશે તે જીનિયસ કહેવાશે.



ક્રિસમસ હાલમાં ગયું છે. ત્યારે આવા સમયે ક્રિસમસના ઘણા બધાં ડેકોરેશનવાળા બોલ્સ એક જગ્યાએ એકઠા કર્યા હતા. જેમાં એક લોલીપોપ કંઈક એવી રીતે છુપાવીને રાખ્યો હતો કે, લાખ કોશિશ કરવા છતાં પણ તે દેખાતો નહોતો. તસ્વીરમાં દેખાઈ રહેલા બોલ્સ પર લાલ અને સફેદ રંગથી અલગ અલગ પેટર્ન બનાવેલી છે. અમુક ગોળ દેખાઈ રહ્યા છે, તો અમુક લંબાઈમાં વધારે છે. અમુક આડી અવળી છે. અમુક બોલ પર જિગજૈગ ડિઝાઈન બનાવેલી છે. હવે આપે આ ડિઝાઈનવાળા બોલની વચ્ચેથી એક લોલીપોપને શોધી કાઢવાનો છે. છે ને મજાનો ખેલ, તો મગજ ઘસવાનું શરુ કરી દો.
First published:

Tags: Mind game