Home /News /eye-catcher /

Optical Illusion: તમારી માટે એક ચેલેન્જ, પક્ષીઓની વચ્ચેથી ચાર કિવી ફળ 22 સેકન્ડમાં શોધી બતાઓ

Optical Illusion: તમારી માટે એક ચેલેન્જ, પક્ષીઓની વચ્ચેથી ચાર કિવી ફળ 22 સેકન્ડમાં શોધી બતાઓ

ઓપ્ટિકલ ઇલ્યુસન

તમારી પાસે આ ફળ શોધવા માટે ફક્ત 22 સેકન્ડ છે. ઇન્ટરનેટ પર રેકોર્ડ હોલ્ડરે પહેલાથી જ 25 સેકંડની અંદર તમામ 4 કિવી શોધી કાઢ્યા છે.

Optical Illusion: વર્તમાન સમયે ઈન્ટરનેટ - સોશિયલ મીડિયા પર ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion) ધરાવતી તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. ઓપ્ટિકલ ઇલ્યુઝનના કોયડા (Optical Illusion puzzle) ઉકેલવા લોકોને ખૂબ ગમે છે. અલબત્ત કેટલાક લોકો આવા કોયડા તરત ઉકેલી શકતા નથી. ત્યારે અહીં વાચકોને નવો કોયડો આપવામાં આવ્યો છે.

નીચે આપેલ ચિત્રની અંદર સુંદર બ્રાઉન પક્ષીઓની વચ્ચે છુપાયેલા 4 કીવીને 22 સેકન્ડમાં શોધવા (Optical Illusion To Spot 4 Kiwis Among Birds)ના છે. આ કામ બુદ્ધિશાળી લોકો માટે સરળ છે. તો ચાલો આ કોયડો 22 સેકન્ડમાં ઉકેલાય છે કે નહીં તે જોઈએ. નીચેની તસવીર પર એક નજર નાંખો. તેમાં રહેલા પક્ષી ખૂબ ક્યૂટ છે ને? પરંતુ તમે તેમની ક્યુટનેસમાં ખોવાઈ ન જતા.

25 સેકંડની અંદર તમામ 4 કિવી શોધવાનો છે રેકોર્ડ

આ તસવીર હંગેરિયન કલાકાર ગ્રેગરલી ડુકાસ ઉર્ફે ડુડોલ્ફ દ્વારા દોરવામાં આવી છે. આ પેઇન્ટિંગ લોકોને માથું ખંજવાળવા મજબૂર કરી રહી છે. ચિત્રમાં ઘણા કીવી પક્ષીઓ બતાવવામાં આવ્યા છે અને તેમાં 4 કિવી ફળ છુપાયેલા છે.

તમારી પાસે આ ફળ શોધવા માટે ફક્ત 22 સેકન્ડ છે. ઇન્ટરનેટ પર રેકોર્ડ હોલ્ડરે પહેલાથી જ 25 સેકંડની અંદર તમામ 4 કિવી શોધી કાઢ્યા છે. અમને ખાતરી છે કે તમે પણ તે કરી શકો છો.

જીનિયસ લોકો જ કરી શકે આ કામ

ડુડોલ્ફે આ તસવીર પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી અને તેને ઉકેલવા હજારો લોકોએ પોતાનું મગજ ઘસ્યું હતું, પરંતુ માત્ર થોડા જ સફળ થયા હતા. તેના પરથી તેમણે તારણ કાઢ્યું કે માત્ર બાજનજર ધરાવતા જીનિયસ લોકો જ ચિત્રમાં પક્ષીઓ વચ્ચે રહેલા ફળો શોધી શકશે

અહીં ઉલ્લેખનીય છે કે, આ તસવીરમાંથી કેટલાક લોકોને માત્ર 3 ફળ જ મળ્યા છે. તો કેટલાકને ચોથું શોધવામાં ખૂબ સમય લાગ્યો છે.



કિવી શોધવા માટે આ રહી હિન્ટ

પ્રયાસ કરવા છત્તા જેમને હજી સુધી કિવિઝ મળ્યા નથી, તેમના માટે અમે હિન્ટ આપી છે. તમારે તમારું ધ્યાન જમણા હાથના ખૂણે ઉપરની તરફ કેન્દ્રિત કરવું જોઈએ અને ત્યાંથી થોડી નીચે તરફ નજર દોડાવો. અહીં યાદ રાખો કિવી ફળો સાદા હશે. જે તેમને પક્ષીઓથી અલગ પાડશે.

અમને આશા છે કે, હિન્ટની મદદથી તમે કિવી ફળ શોધી લીધા હશે અને હજુ શોધ્યા ન હોય તો અહીં નીચે તસવીરમાં તમે તે સ્પોટ કરી શકો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Optical Illusion, Viral

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन