Home /News /eye-catcher /

Optical illusion: શું તમે આ ફોટામાં છુપાયેલો સાપ શોધો? 99 ટકા લોકો થયા નિષ્ફળ

Optical illusion: શું તમે આ ફોટામાં છુપાયેલો સાપ શોધો? 99 ટકા લોકો થયા નિષ્ફળ

ઓપ્ટિકલ ઇલ્યુઝન

Optical illusion: આ ફોટો યુટ્યુબ પરની ચેનલ બ્રાઇટ સાઇડ દ્વારા શેર કરાયો છે. જેમાં પહેલી નજરે તમને જંગલની વચ્ચે એક જૂનું વૃક્ષ હોય તેવું લાગશે. જો કે, ત્યાં એક સાપ પણ છે. જે એવી રીતે છુપાયો છે કે, તેને શોધવા માટે બાજ નજરની જરૂર પડશે.

વધુ જુઓ ...
    Optical illusion: આજકાલ ઈન્ટરનેટ (Internet) પર જ્યાં જુઓ ત્યાં ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical illusion) જોવા મળે મળે છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન એ મગજ (Mind Game)ને સતર્ક રાખતો એક પ્રકારનો કોયડો છે અને લોકોને આવા કોયડા ઉકેલવા ગમે છે. અહીં યાદ રાખો તમને રોજિંદા જીવન (Optical illusion in daily life)માં પણ ઓપ્ટિકલ ઇલ્યુઝનનો સામનો કરવો પડી શકે છે. અમુક પ્રકારનું ઓપ્ટિકલ ઇલ્યુઝન કુદરતી પણ હોય છે.

    આજે અહીં ઓપ્ટિકલ ઇલ્યુઝનનો કોયડો ઉકેલવામાં રસ ધરાવતા લોકો માટે વધુ એક કોયડો લઈ આવ્યા છીએ. આ કોયડો ખૂબ મુશ્કેલ છે. જેમાં 9 સેકેન્ડમાં જંગલમાં રહેલો સાપ શોધવાનો છે. અહીં યાદ રાખો કે, નિશ્ચિત સમયમર્યાદામાં સાપ શોધવામાં 99 ટકા લોકો નિષ્ફળ રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ તસવીર ખૂબ શેર કરી રહ્યા છે. જેના પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

    ઓપ્ટિકલ ઇલ્યુઝન


    આ ફોટો યુટ્યુબ પરની ચેનલ બ્રાઇટ સાઇડ દ્વારા શેર કરાયો છે. જેમાં પહેલી નજરે તમને જંગલની વચ્ચે એક જૂનું વૃક્ષ હોય તેવું લાગશે. જો કે, ત્યાં એક સાપ પણ છે. જે એવી રીતે છુપાયો છે કે, તેને શોધવા માટે બાજ નજરની જરૂર પડશે.

    શું તમે કોયડો ઉકેલી લીધો?



    જવાબ માટે નીચે સ્ક્રોલ કરો:

    ચિત્રના તળિયેથી જમણી બાજુના વિભાગમાં ફરી ધ્યાન આપો. ત્યાં તમને મૂળમાં સાપ લપેટાયો હોવાનું જોવા મળશે. પહેલી નજરે તસવીર જોઈને આ તફાવત શોધવો મુશ્કેલ છે. જેના કારણે ઘણા લોકો નિષ્ફળ રહ્યા છે.

    આ પણ વાંચો- વિચિત્ર પરંપરા! અહીં છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી, નહીંતર મનાય છે અપશુકન

    Timesnownewsના અહેવાલ મુજબ સંશોધક અને માનવીય ધારણા નિષ્ણાત ડો. ગુસ્તાવ કુહને ધ સનને જણાવ્યું હતું કે, આપણે સામાન્ય રીતે ધારણાને ધ્યાનમાં લઈએ છીએ આપણી સામે પડેલા કોફીના કપ જોવા જેવા કામ હોય છે, જેથી આપણે ભાગ્યે જ સખત મહેનત વિશે વિચારીએ છીએ. આવી સ્થિતિમાં વિઝ્યુઅલ ઇલ્યુઝન સમજમાં રહેલી એરરને ઉજાગર કરે છે અને તે આપણી આસપાસની દુનિયાને જોવા છુપી ચેતાતંત્રીય પ્રક્રિયાઓની મહત્વપૂર્ણ ઝલક પૂરી પાડે છે.

    આ તસવીરમાં સાપ શોધવો મુશ્કેલ છે. તેજ નજર અને સચેત મગજ ધરાવતા લોકો તરત જ સાપ શોધી કાઢશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: OMG, Optical Illusion, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन