એક શખ્સે જાપાની મહિલાને રશિયન અવકાશયાત્રી તરીકે દર્શાવીને લગભગ 4.4 મિલિયન યેન (રૂ. 24.8 લાખ)ની છેતરપિંડી કરી હતી. ઠગએ મહિલાને કહ્યું કે તે હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરી રહ્યો છે. ટીવી અસાહીના અહેવાલ મુજબ, વ્યક્તિએ પૃથ્વી પર પાછા ફર્યા બાદ મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણે 65 વર્ષીય મહિલાને કહ્યું કે તેને અવકાશમાંથી પરત ફરવા માટે પૈસાની જરૂર છે અને આ બહાને તેણે મહિલા પાસેથી 24.8 લાખ રૂપિયા લીધા.
રિપોર્ટ અનુસાર, શિગા પ્રીફેક્ચરની એક મહિલા જૂનમાં ઇન્સ્ટાગ્રામ પર નકલી અવકાશયાત્રીને મળી હતી. મહિલાએ વધુમાં કહ્યું કે ઠગની પ્રોફાઈલમાં અવકાશની તસવીરો હતી, જેનાથી તેને લાગે છે કે તે વ્યક્તિ ખરેખર સ્પેસ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર મળ્યા બાદ બંનેએ જાપાનીઝ મેસેજિંગ એપ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં તે વ્યક્તિએ મહિલા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેને લગ્ન કરવાનું કહેવાનું શરૂ કર્યું. ઠગ મહિલાને મેસેજ મોકલવા લાગ્યો કે 'તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે નવું જીવન શરૂ કરવા માંગે છે.'
રૂ. 24.8 લાખનો લગાવ્યો ચૂનો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરુષે મહિલાને કહ્યું કે તેને પૃથ્વી પાસે પાછા આવવા અને લગ્ન કરવા માટે પૈસાની જરૂર છે. તેણે મહિલાને કહ્યું કે તેણે રોકેટ માટે પૈસા ચૂકવવા પડશે જે તેને અવકાશમાંથી જાપાનની ધરતી પર લઈ જશે. મહિલાને લાગ્યું કે આ માણસ સાચું બોલી રહ્યો છે અને તેણે ઠગને પૈસા મોકલ્યા.
મહિલાએ ઠગને ચાર હપ્તામાં કુલ 4.4 મિલિયન યેન મોકલ્યા, જેની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 24.8 લાખ રૂપિયા છે. આ પૈસા 19 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ આ કેસને ઈન્ટરનેશનલ રોમાન્સ સ્કેમ માની રહી છે
પરંતુ જ્યારે ઠગ મહિલા પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો ત્યારે તેને શંકા ગઈ. શંકાના આધારે મહિલા પોલીસ પાસે ગઈ અને છેતરપિંડીનો કેસ નોંધાવ્યો. પોલીસ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય રોમાન્સ ફ્રોડ તરીકે તપાસી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર