Social Media Viral Video: એક વર્ષનું બાળક (Child) વેઈટ લિફ્ટિંગ (Weighlifting) કરે છે, આ જોઈને અને સાંભળીને ખૂબ જ નવાઈ લાગશે. સામાન્ય રીતે બાળકો રમકડાથી (Toys) રમે છે અને આખા ઘરમાં દોડાદોડી કરી રમતા હોય છે. પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર બાળકનો વેઇટલિફ્ટિંગ કરતો એક વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં સુપર સ્ટ્રોંગ બેબીનો (Super Strong Baby) અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સુપરસ્ટ્રોંગ બેબીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ 17 સેકન્ડના વિડીયોમાં બાળક વેઈટલિફ્ટીંગ કરી રહ્યો છે. બાળક આ 6 કિલોના બોલને ઉપાડી (Child Lift 6 KG Ball) રહ્યો છે અને જમીન પર મુકીને તેને ફરીથી ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બાળક બોલને ધીરે ધીરે ઉંચકે છે અને ઉપાડ્યા બાદ બોલને ફરીથી જમીન પર મુકે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, બાળક આ બોલને ખૂબ જ સરળતાથી ઉપાડી રહ્યો છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ આ પોસ્ટ પર 2.3 હજારથી વધુ કમેન્ટ મળી છે અને 61.7 હજાર અપવોટ મળ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને અનેક લોકોને બાળકની વેઈટલિફ્ટીંગ ક્ષમતા પર આશ્ચર્ય થઈ રહ્યું છે. એક યૂઝરે કમેન્ટ કરી કે, આ બાળકને ખૂબ જ સારુ ફોર્મ મળ્યું છે. ખભાની પહોળાઈ, ફુલ સ્ક્વાટ અને વેઈટલિફ્ટીંગ, આ બધું જ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી રહી છે.
કેટલાક યૂઝર્સે વિડીયો પર કમેન્ટ કરતા આ બાળકના સ્વાસ્થ્ય (Child Health) અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારે બાળકના શરીર પર ખરાબ અસર થઈ શકે છે. કમેન્ટ કરી છે, કે “હું ડૉકટર નથી, પરંતુ આ પ્રકારે વજન ઊંચકવું તે બાળકની પીઠ માટે યોગ્ય નથી.”
કેટલાક યૂઝર્સે કમેન્ટ કરી છે, કે આ ઉંમરે ભારે વજન ઉંચકવાથી બાળકને હર્નિયા (Hernia) થઈ શકે છે. આ વિડીયો ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને ટ્વિટર (Twitter) તથા અન્ય સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ (Social Media Platform) પર શેર કરવામાં આવ્યો છે. તમે આ વિડીયો અંગે શું વિચારો છો? જણાવો કમેન્ટમાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર