એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય છે કે છેલ્લા 20 વર્ષથી મહિલા 12 કલાક પાણીમાં રહે છે. તેમના ગામ માટે, તે એક ચમત્કાર જ છે. જે તેના વિશે જાણે છે તે આશ્ચર્યચકિત થઇ જાય છે. આ મહિલાનું નામ પટુરાની છે. તેમની ઉમર 60 વર્ષથી વધુ છે. તેના પરિવારના સભ્યો દાવો કરે છે કે તેમની જીંદગી છેલ્લા વીસ વર્ષોથી પાણીમાં જ વીતી છે. જો કે તેના પર વિશ્લાસ કરવો મુશ્કેલ છે, કારણ કે કોઈ વ્યક્તિ લાંબા સમયથી પાણીમાં રહે તો, તેના શરીર પર અનેક ચામડીના રોગો હોઇ શકે છે.
આખો દિવસ તળાવમાં પસાર થાય છે
પટુરાની તંદુરસ્ત છે તેમના દાવામાં કેટલુ સત્ય છે તે કહેવુ પણ મુશ્કેલ છે. પરંતુ રિપોર્ટરે આ વાતચીત સાંભળીને પટુરાનીનો સંપર્ક કર્યો હતો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મહિલા પાણીમાં આખો દિવસ પસાર કરે છે. તેના પરિવારનો દાવો છે કે તે વીસ વર્ષથી દરરોજ તળાવમાં ઉતરે છે અને સાંજે ઘરે પાછી ફરે છે.
પુત્રીના ઘરમાં રહે છે
પટુરાની બંગાળના કટવા જિલ્લાના ગોવાઇ ગામમાં રહે છે. આ ઘર તેમની પુત્રીનું છે. આ મકાનમાં તે ઘણા વર્ષોથી એટલે રહે છે, કારણ કે આ મકાન પાછળ એક તળાવ છે. તેમની પુત્રી કહે છે કે સવારમાં સૂર્ય ઉગે તે પહેલાં તે તળાવમાં જાય છે પછી આખો દિવસ આમાં પસાર થાય છે.
તળાવમાં પૂર્ણ ડુબેલી રહે છે
તળાવમાં રહેવાથી, તે લોકો સાથે વાત કરે છે તેઓ તે સમયે ભોજન પણ કરે છે. જો કે, ખાવામાં તે માત્ર લાઇનો ઉપયોગ કરે છે. પૂરૂ ભોજન માત્ર એક અઠવાડિયામાં જ ખાય છે. જો તે ઉભા રહીને થાકી જાય તો કિનારે આવે છે અને પાણીમાં બેસી જાય છે.
સુસ્ત થવા પર નીકળે છે બહાર
તળાવથી તે ત્યારે જ બહાર આવે છે જ્યારે સૂર્ય તેના કિરણોથી દૂર જાય છે. ત્યારબાદ પટુરાની પાણીમાંથી બહાર આવીને ઘરમાં બેસે છે. તે કહે છે કે તે તળાવમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તે કલાકો સુધી તેમાં રહી શકે છે. તેઓને ક્યારેય હેરાનગતિ થતી નથી.
આ છે તળાવમાં રહેવાનું રહસ્ય
તે આવુ શા માટે કરી રહી છે, તેમનો જવાબ પુત્રી આપે છે કે 20 વર્ષ પહેલાં તેમની તબિયત ખરાબ થઇ હતી. ધુપમાં આવવાથી તેમની ચામડી બહુ ગરમ થાય છે. પાણી તેમને રાહત આપે છે. તેથી તેમણે દરરોજ તળાવમાં પડેલા રહીને જીવનને પસાર કરવાની રીત શોધી કાઢી. તેઓ દરરોજ લગભગ 12 થી 14 કલાક માટે તળાવોમાં રહે છે. આ તળાવ તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર