Home /News /eye-catcher /Weird: ગર્ભવતી થવાની મહિલાને લાગી લત, હવે પાડોશી માટે આપશે 10માં બાળકને જન્મ

Weird: ગર્ભવતી થવાની મહિલાને લાગી લત, હવે પાડોશી માટે આપશે 10માં બાળકને જન્મ

ઈંગ્લેન્ડ (England)ની લૌરા મેકકાર્થી (Laura McCarthy)એ તેના અનન્ય લત વિશે શેર કર્યું છે. લૌરાને બાળકો પેદા કરવાની લત છે. પોતાના બાળકો પેદા કરવાની સાથે સાથે તે અન્ય લોકો માટે ગર્ભવતી (Woman Loves To Be Pregnant) પણ બની જાય છે.

ઈંગ્લેન્ડ (England)ની લૌરા મેકકાર્થી (Laura McCarthy)એ તેના અનન્ય લત વિશે શેર કર્યું છે. લૌરાને બાળકો પેદા કરવાની લત છે. પોતાના બાળકો પેદા કરવાની સાથે સાથે તે અન્ય લોકો માટે ગર્ભવતી (Woman Loves To Be Pregnant) પણ બની જાય છે.

દુનિયાના લોકોને અનેક પ્રકારની લત (weird habits) હોય છે. કોઈને સ્ટેમ્પ જમા કરવાની લત હોય તો કોઈ જૂની નોટો જમા કરાવવાની. પરંતુ જો તમને ખબર પડે કે કોઈને ગર્ભવતી (addicted of pregnancy) થવાની લત છે તો? હા, એક મહિલાએ તેના આ લત વિશે લોકો સાથે ઓનલાઇન શેર કર્યું હતું. આ મહિલાને ગર્ભવતી થવું ગમે છે (woman loves to be pregnant). તે માત્ર વારંવાર ગર્ભવતી જ નથી થતી પણ બીજા દંપતી માટે બાળકો પણ પેદા કરે છે.

ઈંગ્લેન્ડના હેડર્સફિલ્ડમાં રહેતી લૌરાએ અત્યાર સુધીમાં 9 બાળકોને જન્મ આપ્યો છે. તેમાંથી ચાર તેના પોતાના બાળકો છે જ્યારે પાંચ તેણીએ અન્ય લોકો માટે જન્મયા છે. તેણે 11 વર્ષ પહેલા તેના પ્રથમ સરોગેટ બાળકને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો: Weird: અહીં ગધેડા સાથે સંબંધ બનાવે છે યુવાનો! વિચિત્ર રિવાજનું કારણ જાણીને ચોંકી જશો

માત્ર આઠ મહિના પછી, તેણે બીજા પરિવાર માટે બીજી વખત સરોગસી અપનાવી અને આ વખતે જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેણે તેના આઇવીએફના દરેક સરોગેટ બાળકને જન્મ આપ્યો છે. એટલે કે તેમણે દરેક બાળકને આનુવંશિક રીતે પેદા કર્યું છે.

આ પણ વાંચો: Weird: Party કરવામાં યુનિર્વસિટી આપી રહી છે માસ્ટર ડીગ્રી, એડમિશન માટે પડાપડી!

એક્ઝામિનરલાઇવને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેને માતા બનવું ગમે છે. આ દુનિયાની સૌથી સુંદર લાગણી છે. તે જ સમયે, તેણીને બીજા ઓ માટે બાળકો પેદા કરવાનું અને તેમના ખોળા ભરવાનું પસંદ છે. તે બીજાને માતાપિતા બનાવવામાં ખૂબ ખુશ છે. પોતાની સરોગસી અંગે તેમણે કહ્યું હતું કે, બે બાળકો થયા બાદ તેમણે સરોગસી કરવાનું નક્કી કરી લીધુ હતું. તેમણે વધુમાં સમજાવ્યું કે જે દંપતી બાળક નથી કરી શકતું તેમના માટે બાળક પેદા કરવું એ એક સુંદર લાગણી છે.

આ પણ વાંચો: Weird: Covid Protocol તોડ્યો, તો પોસ્ટરો લગાવીને કરાવાઈ અપમાનજનક પરેડ!

હવે લૌરા તેના પડોશી માટે સરોગેટ માતા બનવાની છે. આ લૌરાનું દસમું બાળક હશે. સરોગસી અંગે લૌરાએ વધુમાં સમજાવ્યું હતું કે લોકોને લાગે છે કે સરોગસીને ઘણા પૈસા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે યુકેમાં સરોગસી માટે ચૂકવણી કરવાનો કોઈ વિકલ્પ નથી. જરૂરી ખર્ચ ચૂકવવાની સુવિધા જ છે. લૌરાએ વધુમાં કહ્યું કે તે કોઈને મદદ કરતી નથી. તે ફક્ત તેના મનને સુકૂન આપવા માટે સરોગસી અપનાવે છે.
First published:

Tags: OMG News, Pregnancy, Weird news, અજબગજબ