Home /News /eye-catcher /OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!
OMG! અજાણ્યા પુરુષો પાસેથી સ્ત્રી શણગારના લે છે લાખો રૂપિયા, 7,000 પુરુષોના પૈસાથી કરે છે વર્લ્ડ ટૂર!
ફાઈલ તસવીર
ડાયમંડ દિવા પ્રિન્સેસ (Diamond Diva Princess) તરીકે પ્રખ્યાત આ મહિલા લાખો રૂપિયા શણગાર અને ફરવામાં ખર્ચ કરે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે મહિલા પાસે આટલા પૈસા આવે ક્યાંથી છે. હકીકતમાં ડાયમંડ નામની આ સ્ત્રી એક ફિન્ડોમ (FinDomme) છે.
વિશ્વમાં જેટલા લોકો છે તેના કરતા વધુ તેમના શોખ છે. કેટલીક વાર લોકોના શોખ એટલા વિચિત્ર (Weird Hobbies) હોય છે કે લોકો તેમના વિશે જાણીને સ્તબ્ધ થઈ જાય છે. આ દિવસોમાં એક મહિલા વિચિત્ર શોખ ધરાવતા પુરુષોનો લાભ લઈને તેમની પાસેથી લાખો (Men Give Millions to Woman for Free) રૂપિયા પડાવવા માટે ચર્ચામાં છે. નવાઈની વાત એ છે કે આ રૂપિયાના બદલામાં તે તેમને કશું આપતી નથી. પુરુષો તેને લાખો રૂપિયા મફતમાં આપે છે જેના દ્વારા તે તેની સુંદરતા જાળવે છે (Men give money to woman to become beautiful).
ડાયમંડ દિવા પ્રિન્સેસ (Diamond Diva Princess) તરીકે પ્રખ્યાત આ મહિલા લાખો રૂપિયા સજાવટમાં ખર્ચ કરે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે મહિલાને આટલા પૈસા ક્યાંથી મળે છે. હકીકતમાં ડાયમંડ નામની આ સ્ત્રી એક ફિન્ડોમ છે. તમને જણાવી દઈએ કે ફિન ડોમ્સ એવી મહિલાઓ છે જે નાણાકીય ડોમિનેશ (Financial Domination) તરીકે કામ કરે છે.
તે એક પ્રકારનો ક્રેઝ (Fetish Lifesytle) છે જેમાં શ્રીમંત લોકો તેમના પૈસા પર મહિલાઓ હક જમાવે અને તેમની પાસેથી બળજબરીથી પૈસા પડાવે છે. અમીર લોકો એક ફિનડોમ સ્ત્રી પર લાખો રૂપિયા ફૂંકે છે, પરંતુ બદલામાં તેઓ કાં તો તેમની સાથે સંબંધ રાખવા માંગે છે અથવા તો કશું ઇચ્છતા નથી.
વર્ષ 2004માં શરુ કરાયું વિચિત્ર કામ ધ સનના અહેવાલ મુજબ, ડાયમંડ આવી જ રીતે 7 હજાર આજાણ્યા લોકો પોસેથી એકઠાં કર્યા જે તેને માત્ર સુંદર બનતા જોવા માંગે છે. તે 2004થી તેનું સાચું નામ આપ્યા વિના ફિન્ડોમ તરીકે કામ કરી રહી છે. તે અગાઉ પણ મોડેલ રહી ચૂકી છે.
લોકો તેની તુલના અમેરિકન અભિનેત્રી મેર્લિન મુનરો સાથે કરે છે. મહિલા તેમના પૈસા પર હક જમાવેછે અને પોતાને દબાયેલી હોવાની લાગણીનો આનંદ માણે છે. તેના બદલામાં તેઓ ડાયમંડને લાખો રૂપિયા મોકલે છે. ક્રિસમસની જેમ ડાયમંડ પ્રિન્સેસ નામનો ફેસટિવલ 1 નવેમ્બરથી 2 જાન્યુઆરી સુઘી ઉજવણી કરે છે જેમાં પુરુષો તેને ગિફ્ટ આપે છે. તે કહે છે કે લોકોને તેના પર પૈસા ઉડાડવાનો આનંદ આવે છે.
લાખો રૂપિયા ખર્ચ કરે છે 'સ્લેવ' મહિલાએ જણાવ્યું હતું કે આ ફેશટીવલ દરમિયાન તે તેના ગ્રાહકો માટે જુદા જુદા દિવસો ઉજવે છે જેમાં તેઓ તેને જુદી જુદી વસ્તુઓ ભેટ આપે છે. એક વ્યક્તિએ તેને 19 લાખ રૂપિયામાં લાસ વેગાસની સફર સ્પોન્સર કરી હતી. આ ઉપરાંત ડાયમંડ એકલા જ પોતાના ડિનરમાં એક લાખથી વધુ ઉડાવી દે છે અને આ બધા પૈસા તેને કોઈ અજાણ્યા માણસ દ્વારા ચૂકવવામાં આવે છે.
તે પુરુષો માટે કિંમતી ડ્રેસમાં સજી ધજેલી જોવા મળે છે અને તેના સુંદર ફોટા અને વિડિઓઝ પોસ્ટ કરે છે. તેણે સમજાવ્યું કે જ્યારે પુરુષો તેમના પૈસા એવી સ્ત્રી પર ખર્ચ કરે છે જેને તેઓ ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. આ એક પ્રકારનો ક્રેઝ છે. તેણીએ સમજાવ્યું કે તેના સ્લેવ્સ તેને મળવાનો આગ્રહ રાખે છે, તેની સાથે રહેવાની વાત કરે છે, પરંતુ તે પ્રેમના સ્તરે તેમની સાથે ક્યારેય જોડાતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર