Home /News /eye-catcher /

OMG! કેસરી રંગથી રંગાયેલું શૌચાલય, લોકોએ મંદિર સમજી એક વર્ષ સુધી પૂજા કરી

OMG! કેસરી રંગથી રંગાયેલું શૌચાલય, લોકોએ મંદિર સમજી એક વર્ષ સુધી પૂજા કરી

કેસરી રંગમાં રંગાયેલું શૌચાલયની તસવીર

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌદહા વિસ્તારના લોકો એક વર્ષથી વધારે સમયથી એક મકાનના દરવાજાની બહાર પૂજા અર્ચના કરી રહ્યા હતા.

    ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હમીરપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. આ વિસ્તારના લોકો કેસરી રંગથી રંગાયેલા એક મકાનના દરવાજા બહાર પૂજા (Puja) કરતા હતા. જોકે, આ મકાન મંદિરના બદલે શૌચાલય (Toilet) નીકળ્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે હમીરપુર જિલ્લાના મૌદહા વિસ્તારના લોકો એક વર્ષથી વધારે સમયથી એક મકાનના દરવાજાની બહાર પૂજા અર્ચના કરી રહ્યા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ તમામ લોકોને જાણ જ ન્હોતી કે આ મકાનની અંદર કોઈ દેવી-દેવાતા સ્થાપિત છે કે કેમ.

    એક સ્થાનિક રાકેશ ચંદેલે જણાવ્યું કે, 'આ મકાન સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પરિસરમાં સ્થિત છે. આ મકાનને કેસરી રંગથી રંગવામાં આવ્યું છે. અને મકાનને મંદિરના (Temple) આકારનું બનાવ્યું છે. જેના કારણે લોકો આને મંદિર સમજતા હતા. જોકે, કોઈએ આ અંગે તપાસ કરવાની જહેમત ન ઉઠાવી. તાજેતરમાં એક અધિકારીએ જણાવ્યું કે, આ મકાન વાસ્તવમાં શૌચાલય છે.'

    મકાનનો રંગ ભ્રમનું કારણ બન્યું
    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મકાનનો ભગવો રંગ ભ્રમનું કારણ બન્યું હતું. હવે આ શૌચાલયને ગુલાબી રંગ કરવામાં આવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ શૌચાલયનું ઉદ્ઘઘાટન એક વર્ષ કરતા વધારે સમય પહેલા થયું હતું. પરંતુ તેના દરવાજા ઉપર તાળું લાગેલું હતું.

    હજી સુધી શૌચાલયની શરૂઆત થઈ નથી
    ઉલ્લેખનીય છે કે, ભવનનો રંગ બદલાઈ ચૂક્યો છે. પરંતુ શૌચાલયની હજી સુધી શરૂઆત થઈ નથી. અધિકારીઓ આ અંગે એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપની રમત રમી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन