Home /News /eye-catcher /

OMG! વૃદ્ધ સાસુ-સસરાને ઘરમાં બંધ કરીને બીજા શહેરમાં ગઈ વહૂ અને પછી...

OMG! વૃદ્ધ સાસુ-સસરાને ઘરમાં બંધ કરીને બીજા શહેરમાં ગઈ વહૂ અને પછી...

પ્રતિકાત્મક તસવીર

બે દિવસ સુધી વૃદ્ધ બાલકનીમાં ન દેખાયા તો બુધવારે પડોશીએ 112 નંબર ઉપર જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને દરવાજા ઉપર લગાવેલું તાળું તોડીને વૃદ્ધની લાશને બહાર કાઢી હતી.

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સીતાપુર શહેરમાં એક ધનાઢ્ય ઘરની વહૂ બે દિવસ પૂર્વ પોતાના ઘરડાં સાસુ-સસરાને ઘરમાં બંધ કરીને ગોરખપુર ગઈ હતી. આ સમય દરમિયાન સસરાનું મોત થયું હતું. બે દિવસ સુધી વૃદ્ધ બાલકનીમાં ન દેખાયા તો બુધવારે પડોશીએ 112 નંબર ઉપર જાણ કરી હતી. પોલીસ (Police) ઘટના સ્થળે આવીને દરવાજા ઉપર લગાવેલું તાળું તોડીને વૃદ્ધની લાશને બહાર કાઢી હતી. મહિલા કલ્યાણ વિભાગની ટીમે મૃતકની પત્નીની પૂછપરછ કરી તો તેણે વહૂ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા.

    આ પણ વાંચોઃ-અમેરિકામાં ઘૂસમાં માટે ચીની લોકોએ અપનાવી આવી રીત, પોલીસ પણ ચોંકી ગઈ

    બુધવારે સવારે આશરે 11 વાગે 112 નંબર ઉપર જાણ થઈ હતી કે, એક વૃદ્ધનું મોત થયું છે અને જે ઘરમાં મોત થયું છે એ ઘરની બહાર તાળું લગાવેલું છે. બજા ખાટલા ઉપર મૃતકની 90 વર્ષીય પત્ની લક્ષ્મી દેવી પણ હતા. સીઓ સીટીએ આસપાસના લોકોની પૂછપરછ કરી અને લાશને પોસ્ટ્મોર્ટમાં મોકલી આપી હતી.

    આ પણ વાંચોઃ-સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો નવો ભાવ

    ભૂખથી નથી થયું મોત
    એસડીએમના જણાવ્યા પ્રમાણે મોતનું કારણ ભૂખ નથી પરંતુ વૃદ્ધ દંપતીની ઉપેક્ષા છે. વૃદ્ધ દંપતીના પુત્રનું મોત થયું છે. વૃદ્ધ મહિલાનું કહેવું છે કે, વહૂ છાસવારે ઘરની બહાર તાળું લગાવીને તેમને ઘરમાં એકલા છોડીને બહાર જતી રહેતી હતી. બે દિવસ પહેલા પણ વહૂ પોતાના બાળકોને લઈને ગોરખપુર ચાલી ગઈ હતી. વૃદ્ધ મહિલાએ બીજા અન્ય આરોપો પણ વહૂ ઉપર લગાવ્યા છે. પોલીસે વહૂને બોલાવી છે અને ઘટનાની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે.

    આ પણ વાંચોઃ-નવસારીઃ પૂજારી મંદિર કમ્પાઉન્ડમાં કરતો હતો આવું કામ, પોલીસે રંગે હાથ પકડ્યો

    પડોશીઓએ પણ વ્યક્ત કરી દર્દનાક કહાની
    પોલીસ તપાસમાં પડોશીઓએ વૃદ્ધ દંપતી સાથે થતી ઉપેક્ષા અંગે જાણકારી આપી હતી. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી તે વૃદ્ધ દંપતી માટે ખાવાનું મોકલતા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन