મૃત બાળકીને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખી, જીવતી કરવા થઈ હતી પ્રાર્થના અને પછી..

News18 Gujarati
Updated: November 17, 2019, 11:38 PM IST
મૃત બાળકીને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખી, જીવતી કરવા થઈ હતી પ્રાર્થના અને પછી..
પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે બાળકીનું મોત થયું હતું. પરિવારજનો બાળકીની લાશને ઘરે લઈ આવ્યા હતા. આ વચ્ચે કેટલાક લોકોએ બાળકીને જીવતી કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મરુ જિલ્લામાં ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામેલી બાળકીની લાશને ત્રણ દિવસ સુધી ઘરમાં રાખી હતી. અંધવિશ્વાસના કારણે બાળકીને જીવતી કરવા માટે પ્રાર્થના સભા કરવામાં આવતી હતી. ઘટનાની જાણ જિલ્લાના એસપીને થતાં પોલીસને ઘટના સ્થળે મોકલી હતી. અને પોલીસ પ્રોટેક્સ સાથે બાળકીના અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રાર્થના કરનાર લોકો ક્રિશ્ચિયન મિશનરી (Christian missionary) છે અને ધર્માંતરણના કાર્યોમાં જોડાયેલા છે.

આ ઘટના મરુ જિલ્લામાં આવેલા કારુબીર ગામની છે. અરવિંદ બનવાસીની ચાર વર્ષની પુત્રી મહિમાને ગુરુવારે ઉલ્ટી અને પેટમાં સખત દુઃખાવાની ફરિયાદ થઈ હતી. પરિવારજનો બાળકીને લઈને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મોટી હોસ્પિટલ જવા માટે રિફર કરી હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-જ્યારે ચાહકે રણવીરને કહ્યું 'I LOVE U', તો દીપિકાએ આપી આવી પ્રતિક્રિયા

શુક્રવારે બાળકીનું મોત થયું હતું. પરિવારજનો બાળકીની લાશને ઘરે લઈ આવ્યા હતા. આ વચ્ચે કેટલાક લોકોએ જીવતી કરવાનો વિશ્વાસ આપ્યો હતો. બાળકીના મૃતદેહને એક છત નીચે રાખ્યો અને પ્રાર્થના શરૂ કરી હતી. જ્યારે આ ઘટનાની જાણ અનુરાગ આર્યને થતાં તેમણે પોલીસની ટીમ મોકલીને લાશનો કબજો લીધો હતો. પોલીસે પોતાની દેખરેખ હેઠળ બાળકીના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

આ પણ વાંચોઃ-દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Videoસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અરવિંદ બનવાસીએ થોડા વર્ષ પહેલા ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો. તેમની બાળકીના મોતની જાણકારી મળતા ક્રિશ્ચિયન ધર્મના કેટલાક લોકો અરવિંદના ઘરે પહોંચ્યા હતા. અને બાળકીને જીવતી કરવાનો વિશ્વાસ આપ્યો હતો. અને પ્રાર્થના કરવાનું શરું કરી હતી. આ પ્રાર્થના ત્રણ દિવસ ચાલી પરંતુ બાળકી જીવતી ન થઈ.
First published: November 17, 2019, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading