Home /News /eye-catcher /

OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'

'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'

    ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) ઉજ્જૈનના (Ujjain) એક પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં મોટી બેદરકારી સામે આવી હતી. શહેરના આરડી ગાર્ગી હોસ્પિટલમાં ગત દિવસોમાં સારવાર માટે દાખલ થયેલા એક યુવકે જ્યારે પોતાના મોતના સમાચાર વાંચ્યા ત્યારે તેને વિશ્વાસ ન થયો. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયાનો (social media) સહારો લઈને એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરસ (video viral) થયા પછી સ્વાસ્થ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો.

    વીડિયો જોતા જ અધિકારીઓ એલર્ટ થયા અને તપાસ શરૂ કર્યું હતું. ત્યારબાદ વિભાગે મોટી બેદકારી માનીને સંબંધિત ડોક્ટરે કારણ બતાઓ નોટિસ રજૂ કરી હતી. વાયરલ વીડિયોમાં કોરોના વાયરસ દર્દી બોલી રહ્યો છું 'હું બે દિવસ પહેલા જ આરડી ગાર્ગી હોસ્પિટલમાં દાખલ થયો છું. મેં શનિવારે એક સમાચાર વાંચ્યા કે હું મરી ગયો છું, પરંતુ હું જીવતો છું. અને લોકોને આ વીડિયો વધારેમાં વધારે શેર કરવા માટે પણ કહ્યું હતું.'

    આ પણ વાંચોઃ-લોકડાઉન વચ્ચે બોર્ડર ઉપર થયા લગ્ન, ચોકીમાં મંડપ અને પોલીસકર્મીએ કર્યું કન્યાદાન

    આ મામલામાં ઉજ્જૈનના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડો. અનસુયા ગવાલીએ કહ્યું કે, 'યુવકનું નામ એક 60 વર્ષીય કોરોના દર્દીની જગ્યાએ લખી દીધું હતું. જેનું ગુરુવારે મોત નીપજ્યું હતું. આ અંગે સંકળાયેલા ડોક્ટરે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે જણાવ્યું હતું કે, નામ અને એડ્રેસમાં મિસઅંડરસ્ટેન્ડિંગ હોવાના કારણે આવું થયું હતું.'

    આ પણ વાંચોઃ-વડોદરાઃ લોકડાઉનમાં ઓનલાઈન લુડોમાં પત્નીએ સતત હરાવ્યો, નારાજ પતિએ પત્નીને ધોઈ નાખી

    સીએમએચઓએ જણાવ્યું કે ડોક્ટરને કારણ બતાવો નોટિસ રજૂ કરવામાં આવી છે. અને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કેમ કાર્યવાહી ન કરવામાં આવે. આ સાથે તેમણે ચેતવણી આપીને કહ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય.
    Published by:ankit patel
    First published:

    Tags: Corona patient, Hosptial, Madhya pradesh, Social media, Ujjain, Video viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन