Home /News /eye-catcher /

OMG.! UKની સૌથી અમિર છે આ ભારતીય વિદ્યાર્થિની, અભ્યાસ માટે રાખ્યા છે 12 નોકર

OMG.! UKની સૌથી અમિર છે આ ભારતીય વિદ્યાર્થિની, અભ્યાસ માટે રાખ્યા છે 12 નોકર

પ્રતિકાત્મક તસવીર

યૂનાઇટેડ કિંગડમમાં એક ભારતીય અરબપતિની પુત્રીને સૌથી અમિર વિદ્યાર્થિની જાહેર કરવામાં આવી રહી છે.

    યૂનાઇટેડ કિંગડમમાં એક ભારતીય અરબપતિની પુત્રીને સૌથી અમિર વિદ્યાર્થિની જાહેર કરવામાં આવી રહી છે. કારણ કે તેના પિતાએ ખાસ 12 નોકરોની કાફલો ખડકી દીધો છે. જેના કારણે અભ્યાસના ચાર વર્ષમાંતેને કોઇ જ મુશ્કેલી ન થાય. એટલું જ નહીં તેના પિતાએ પોતાની પુત્રી માટે એક હવેલી પણ ખરીદી છે.

    ધ સન પ્રમામે એક અનામ અરબપતિ ભારતીયએ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે જઇ રહેલા 12 નોકરો રાખ્યા છે. સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ સેન્ટ એડ્રયૂઝમાં ફર્સ્ટ ઇયરની વિદ્યાર્થિની માટે એક મોટો બંગલો પણ ખરીદ્યો હતો. આ બંગલમાં યુવતી માટે એક હાઉસ મેનેજર, ત્રણ હાઉસકીપર, એક ગાર્ડરન, એક મહિલા મેડ, એક બટલર, ત્રણ પ્રાઇવેટ શેફ અને એક શોફરની નિમણૂંક કર્યો છે.

    આ બધા જ લોકો બંગલામાં યુવતીની સારસંભાળ અને તેની સેવા માટે રાખ્યા છે. આ બંગલો યુવતીને એટલા માટે આપવામાં આવ્યો છે જેના કારણે તે પોતાનો ચાર વર્ષનો અભ્યાસ સારી રીતે કરી શકે. સામા્ય વ્યવસ્થામાં ન રહેવું પડે.
    એક મેડને હાયર કરવા માટે કેટલાક દિવસો પહેલા સમાચાર પત્રમાં જાહેરખબર પણ આપવામાં આવી હતી. શરત એટલી જ હતી કે, હસમુખી હોવી જોઇએ. સકારાત્ક ઉર્જા સાથે ઘરમાં કામ કરવું જોઇએ.

    આ સ્ટાફ તેની માલકિનના વોર્ડરોબ મેનેજમેન્ટ અને પર્સનલ શોપિંગ માટેની જવાબદારી પણ નિભાવશે. બટલરને આ સ્ટાફનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો છે. તે જરૂરિયાત પ્રમાણે કરવા માટે પણ હાજર રહે છે. અમિરથી પણ અમિર આ પરિવાર તરફથી આપવામાં આવેલા એડમાં કહેવામાં આવ્યું છે કે, રોલ પ્રમાણે 30,000 પાઉન્ડ એટલે કે 28,36,110 રૂપિયા વાર્ષીક પગાર પણ આપવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Indian, Most poshest and rich student, OMG story, UK, છોકરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन