OMG! દક્ષિણ કોરિયાની નદીનું પાણી રાતોરાત થયું લાલ, કારણ છે ભયાનક

News18 Gujarati
Updated: November 14, 2019, 6:49 PM IST
OMG! દક્ષિણ કોરિયાની નદીનું પાણી રાતોરાત થયું લાલ, કારણ છે ભયાનક
લોહીથી લાલ રંગની થયેલી નદીની તસવીર

ભૂંડોને ફ્લૂથી બચાવવા માટે સરકાર એટલી સતર્ક હતી કે સરકારે સેનાને મંજૂરી આપી દીધી હતી કે સીમા પાર કરનાર કોઈપણ પ્રાણીને ગોળી મારી શકાશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દક્ષિણ અને ઉત્તર કોરિયાની (South and North Korean) સીમા ઉપર વહેતી એક નદી Imjin Riverનું પાણી લાહીથી સંપૂર્ણ પણે લાલ થયું હતું. નદીની તસવીરો પર્યાવરણ ઉપર કામ કરનારી એક સંસ્થાએ લીધી હતી. ત્યારબાદ સ્થાનિક મીડિયા અને સ્થાનિક લોકોમાં આ લાલ નદીને લઈને ડર ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નદીમાં આશરે 47,000 ભૂંડનું (pig) લોહી વહી રહ્યું છે. જેમાંથી અનેક એશિયન સ્વાઈન ફ્લૂ (ASF) અસરગ્રસ્ત હોવાનું માનવામાં આવે છે.

ગત વર્ષે દુનિયાના અનેક દેશોમાં એશિયન સ્વાઈન ફ્લૂનો (Asian swine flu) પ્રકોપ થયો હતો. કોરિયા પણ આ દેશો પૈકીનો એક હતો. ઉત્તર કોરિયમાં મે મહિનામાં એશિયન ફ્લૂનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ ફ્લૂને રોકવા માટે દક્ષિણ કોરિયાની સરકારે કડક બંદોબસ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ-love story: પતિ-પત્નીના પ્રેમની અનોખી મિસાલ, કહાની જાણીને તમે રડી જશો

અહીં આશેર 6700 ભૂંડ ઉછેર કેન્દ્ર છે. જેમાં લાખોની સંખ્યામાં ભૂંડનો ઉછેર કરવામાં આવે છે. આવી સ્થિતિ વચ્ચે ભૂંડના આવન-જાવન અને તસ્કરીને રોકવા માટે દક્ષિણ કોરિયાઈ સીમાઓ ઉપર તારની વાડ લગાવી દેવાઈ હતી. ભૂંડોને ફ્લૂથી બચાવવા માટે સરકાર એટલી સતર્ક હતી કે સરકારે સેનાને મંજૂરી આપી દીધી હતી કે સીમા પાર કરનાર કોઈપણ પ્રાણીને ગોળી મારી શકાશે.

આ પણ વાંચોઃ- OMG! ડૉક્ટર ઑપરેશન બાદ મહિલાના પેટમાં જ ભૂલી ગયો રૂમાલ અને બેન્ડેઝ

તમામ સાવધાની રાખવા છતાં દક્ષિણ કોરિયામાં બે મહિનામાં સપ્ટેમ્બરમાં સ્વાઈન ફ્લૂમાં પહેલો કેસ નોંધાયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 10થી વધારે કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. એશિયન સ્વાઈન ફ્લૂથી માણસોને કંઈ ખાસ નુકસાન થયું નથી. પરંતુ આંતરિક રક્તસ્ત્રાવ થવાથી ભૂંડ ખૂબ જ બીમાર પડી જાય છે. આવી સ્થિતિમાં સરકારે સ્થાનિક સ્તર ઉપર ભૂંડ પાલકોને ભૂંડોને મારવા માટે અપીલ કરી હતી.આ પણ વાંચોઃ-'ઉજડા ચમન'ની એક્ટ્રેસે કર્યો ખુલાસો, ઑડિશનમાં કહેવામાં આવ્યું કે 'રેપ સીન કરી બતાવો'

ધ ઇન્ડિપેન્ડેટ (The Independent)માં કોરિયન ન્યૂઝ એજન્સી Yonhapના હવાલો આપતા જણાવ્યું હતું કે, સરકારે ખાસકરીને Yeoncheon વિસ્તારમાં ભૂંડોના સંક્રમણના ડરથી સ્થાનિક સ્તર ઉપર ભૂંડ પાલન કરતા લોકોને ભૂંડને મારી નાખવાની અપીલ કરી હતી.

ત્યારબાદ હજારોની સંખ્યામાં ભૂંડોને મારવામાં આવ્યા હતા. ભૂંડોને મારીને તેને દફનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ દફનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક કન્ટેનર મોડું મળવાના કારણે ડંપિંગ યાર્ડમાં જ્યાં ત્યાં છોડી દીધા હતા. ત્યારબાદ ભારે વરસાદના કારણે મૃત ભૂંડોનું લોહી નદીના પાણીમાં વહેવા લાગ્યું હતું. ત્યારબાદ નદીના પાણીનો રંગ લાલ થયો હતો.
First published: November 14, 2019, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading