OMG.! માત્ર પાંચ મહિનામાં જ કેનેડાના યુવકે જીતી બે વખત લોટરી, બન્યો કરોડપતિ

પ્રતિકાત્મક

કેનેડામાં 28 વર્ષના યુવકે 5 મહિનામાં બે વખત લોટરી જીતી લીધી છે. મેલહિગ નામના યુવકે પશ્વિમ આફ્રિકાથી સ્થળાંતર કરીને કેનેડા ગયો હતો.

  • Share this:
    કેનેડામાં 28 વર્ષના યુવકે 5 મહિનામાં બે વખત લોટરી જીતી લીધી છે. મેલહિગ નામના યુવકે પશ્વિમ આફ્રિકાથી સ્થળાંતર કરીને કેનેડા ગયો હતો. તેણે લોટરીમાં આશરે નવ કરોડ રૂપિયા જીત્યા હતા. જ્યારે મેલહિગને પૂછવામાં આવ્યું ત્યારે આ પૈસાનું શું કરશે ત્યારે તેણે કેનેડા લોટરી કોર્પોરેશનને કહ્યું હતું કે, તે સારું અંગ્રેજી શીખવા માંગે છે અને પોતાના અંગ્રેજીને વધારે સારુ બનાવવા માંગે છે.

    મેલહિગે એ ન જણાવ્યું કે તે પશ્વિમ આફ્રિકાના કયા દેશમાંથી આવ્યો છે. તે બે વર્ષ પહેલા કેનેડાના વિનીપેગમાં આવ્યો હતો. એપ્રિલમાં તેણે એક લોટરી ખરીદી હતી. જેનાથી તેને આશરે 8 કરોડ રૂપિયા જીત્યા હતા. તેણે એક વખત ફરીથી 11 કરોડ રૂપિયા જીત્યોહતો.

    તેઓ પોતાના હપ્તાથી તેણે પોતાની પત્ની અને બાળકો માટે એક નવું ઘર ખરીદ્યુ હતું. પોતાના બીજા હપ્તાથી કાર વોશ અથવા તો ગેસ સ્ટેશન જેવો વ્યવસાય ખરીદવા ઇચ્છે છે. સાથે સાથે તે સ્કૂલ પણ જવા માંગે છે.

    લોટરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલી વખત લોટરી જીતવાની તેની સંભાવના નવ લાખમાંથી એક છે. બીજી વખત 13 લાખમાંથી એક હતી. લોટરી અધિકારીએ કહ્યું કે, કાયદાકીય છે. એ મોટી વાત છે તે એના માટે ખુશ છીએ.
    Published by:ankit patel
    First published: