Python swallowed the calf: અજગર (Python) પોતાના શિકારને (hunt) મારીને તેને ગળી જવાની ક્ષમતા ધરાવે છે. એક અજગરે પણ આવું જ કશુંક કર્યું પરંતુ તે શિકાર તેની જિંદગીનો અંતિમ શિકાર સાબિત થયો. હકીકતે તે અજગર ગાયના વાછરડાંને (Python swallowed the calf) મારીને ગળી ગયો હતો પરંતુ તેના થોડા કલાકો બાદ જે બન્યું તે ખૂબ જ અકલ્પનીય અને ડરામણું હતું. આ આખી ઘટના થાઈલેન્ડના (Thailand news) ફિટ્સાનુલોક પ્રાંતમાં (Fitsanulok Province) ઘટી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા (photos viral on social media) ઉપર વાયરલ થઈ રહી છે.
આ ઘટના થાઈલેન્ડના ફિટ્સાનુલોક પ્રાંતની છે. શિકારને શોધી રહેલા એક ખતરનાક અજગરે ગાયના 2 વર્ષના વાછરડાંને (two year old calf) ગળે ભરડો લઈને પેટમાં ઉતારી દીધું હતું. પરંતુ ત્યાર બાદ તે ચાલી પણ નહોતો શકતો કારણ કે, વાછરડાંની સાઈઝ થોડીક મોટી હતી. થોડી વાર સુધી તો અજગર હલી પણ ન શક્યો.
આ બધા વચ્ચે વાછરડાંનો માલિક તેને શોધવા નીકળ્યો તો તેણે જોયું કે, ઘાંસ વચ્ચે અજગર પડ્યો છે, તેનું પેટ ફાટેલું છે અને વાછરડાંનું શરીર તેના પેટની અંદર છે. માલિકને અંદાજો આવી ગયો કે, અજગરે તેના વાછરડાંનો શિકાર કરી લીધો છે.
સ્થાનિક અધિકારીના કહેવા પ્રમાણે વાછરડાંનુ શરીર ફુલાવાની સાથે જ અજગરનું પેટ પણ ફુલાઈ રહ્યું હતું અને આખરે પેટ ફાટવાના કારણે અજગરનું મૃત્યુ થયું હતું. અધિકારીઓના કહેવા પ્રમાણે અજગર મરેલા વાછરડાંને પચાવી નહોતો શક્યો.
અજગરની ઉંમર 8 વર્ષ હતી અને તેની લંબાઈ 15 ફૂટ કરતા પણ વધારે હતી. તે એક બર્મીઝ અજગર હતો જે સામાન્ય રીતે પોતાના કરતા બમણાં શિકારને પણ ખાઈને પચાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ આ અજગર તેમ કરવામાં નિષ્ફળ રહેલો.
ઉલ્લેખનીય છે કે ચીનમાં પણ આ પ્રકારની એક ઘટના બની હતી. અહીં એક મૃત સાપે શેફને ડંખ માર્યો હતો. જેના કારણે તેનું રેસ્ટોરન્ટમાં જ મોત નીપજ્યું હતું. સાપનુ સૂપ બનાવવા માટે શેફે કોબ્રા સાપનું માંથુ કાપીને અલગ મુક્યું હતું. ત્યારબાદ 20 મિનિટ પછી શેફને ડંખ માર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર