Home /News /eye-catcher /

OMG! અમેરિકાના સૌપ્રથમ ડોલર પ્રોટોટાઇપના રૂ. 6.5 કરોડ ઉપજ્યા

OMG! અમેરિકાના સૌપ્રથમ ડોલર પ્રોટોટાઇપના રૂ. 6.5 કરોડ ઉપજ્યા

ડોલર કોઈનની તસવીર

પેટર્ન તરીકે જાણીતા આગળના ભાગમાં લિબર્ટીના વહેતા વાળના ચિત્રો અને તારીખ 1794 દર્શાવવામાં આવી છે. જ્યારે બીજી બાજુએ અંદરના ખડક પર એક નાનો ગરુડ બતાવ્યો છે.

જૂનું એટલું સોનુ.. કહેવત ખૂબ પ્રચલિત છે. આ કહેવત ઘણી વખત સાર્થક ઠરે છે. આવો એક કિસ્સો અમેરિકામાં (America) બન્યો હતો. જેમાં 1794માં ફિલાડેલ્ફિયાની (Philadelphia) ટંકશાળ દ્વારા બનાવાયેલો તાંબાનો સિક્કો 840,000 ડોલરમાં (Dollar) હરાજી દરમિયાન વેચાયો હતો. હેરિટેજ ઓક્શનના (Heritage Auction) પ્રવક્તા એરિક બ્રેડલેએ જણાવ્યું હતું કે, "નો સ્ટાર્સ ફ્લોરિંગ હેર ડોલર" શુક્રવારે સાંજે ખુલ્લું મૂકવામાં આવ્યું. જેનો પ્રારંભિક ભાવ 312,000 નક્કી કરાયો હતો. પરંતુ એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં બોલી વધી હતી. જે બાદ અંતિમ હરાજીનો ભાવ $840,000 પર પહોંચી ગયો હતો.

આ કોઈન અગાઉ ટેક્સાસ રેન્જર્સના કો-ચેરમેન અને બિઝનેસમેન બોબ સિમ્પશન પાસે હતો. તેઓને અપેક્ષા હતી કે આ સિક્કાના 350,000થી 50,0000 ડોલર ઉપજશે. તે ચાંદીના ડોલર જેવું લાગે છે જે પાછળથી ફિલાડેલ્ફિયામાં રાખવામા આવ્યું હતુ. આ કોઈનમાં સ્ટાર નથી. હેરિટેજ હેરીતેજના જેકબ લિપ્સનએ અગાઉ કહ્યું હતું કે, કલેક્ટર અને સંસ્થાઓ દ્વારા સ્ટારલેસ સિક્કાઓને ચાંદીના દાખલા માટેના એક પ્રકારનો પ્રોટોટાઇપ્સ માનવામાં આવે છે,”

પેટર્ન તરીકે જાણીતા આગળના ભાગમાં લિબર્ટીના વહેતા વાળના ચિત્રો અને તારીખ 1794 દર્શાવવામાં આવી છે. જ્યારે બીજી બાજુએ અંદરના ખડક પર એક નાનો ગરુડ બતાવ્યો છે. આવી રીતના તારા સ્મિથસોનીયન સંસ્થાના રાષ્ટ્રીય ન્યુમિસ્મેટિક સંગ્રહનો ભાગ હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-ઓક્સીજનની અછત વચ્ચે ઘરમાં લાવો આ છોડ, ઘરના વાતાવરણમાં નહીં સર્જાય ઓક્સીજનની કમી

આ પેટર્ન સમયાંતરે ભુલાઈ ગઈ હટી. રાષ્ટ્રના પ્રથમ ચાંદીના બનાવવાની પ્રક્રિયા બાદ આવી સ્થિતિ ઉભી થઇ હતી. લિપ્સને કહ્યું હતું કે, કોઈન કલેક્ટ કરવાની વિશિષ્ટતા જણાવે છે કે, 1876 પહેલા ફિલાડેલ્ફિયા ટંકશાળના સ્થળ પરથી ખોદકામમાં આ મળી આવ્યું હતું. આ રીતે સિક્કાના પ્રથમ માલિકના મત મુજબ 1890માં પ્રથમ હરાજી દરમિયાન આ સિક્કો સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

લિપ્સએ કહ્યું હતું કે, પેટર્ન કાટવળી છે અને પરફેક્ટ સ્થિતિમાં નથી. આ કોઈન ટંકશાળાના સ્થળે જ દફન હોવાથી તેની આ હાલત થઈ હતી. સિકકાની સપાટી પર કેટલાક સ્ક્રેચેસ છે. અપેક્ષા કરતા આ કોઈનની કિંમત 8 ગણી વધુ આંકવામાં આવી હતી.73 વર્ષના સિમ્પ્સન દ્વારા આ કોઈન તેના સંગ્રહમાં ઉમેરવામાં આવ્યો છે. 2008માં તેણે પેટર્નનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. તેમનું કહેવું છે કે, મને લાગે છે કે સિક્કાઓના આર્ટવર્ક તરીકે પ્રશંસા થવી જોઈએ. મેં તેમનામાંથી પૂરતી આનંદ મેળવ્યો છે.
First published:

Tags: અમેરિકા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन