OMG! ઓપરેશનના ડરથી ગર્ભવતી મહિલા વોર્ડની બારીમાંથી કૂદીને ભાગી, 10km પીછો કરીને પકડી

વોર્ડની બારી જ્યાંથી સગર્ભા કૂદીને ભાગી ગઈ હતી

Rajasthan News: સરોજ ઓપરેશનથી ડિલિવરી થાય એવું ન્હોતી ઈચ્છતી. તે ઓપરેશનના નામથી જ ખુબ જ ડરી ગઈ હતી. ઓપરેશનના ડરથી ગભરાયેલી સરોજ બુધવારે વહેલી સવારે વોર્ડની બારીની જાળી હટાવીને કૂદીને ભાગી ગઈ હતી.

  • Share this:
    બાડમેરઃ ભારત-પાકિસ્તાન સીમા (India-Pakistan border) ઉપર આવેલા  રાજસ્થાનના (Rajasthan news) બાડમેરની (Barmer) જિલ્લા હોસ્પિટલ (Jilla hospital) એકવાર ફરીથી સમાચારોમાં આવી છે. અહીં દાખલ એક ગર્ભવતી મહિલા (pregnant woman) ઓપરેશનના ડરથી (Fear of operation) માતા અને શિશુ વિંગની બારીની જાળી હટાવીને અહીંથી કૂદીને ભાગી ગઈ હતી. પરિવારજનોની (pregnant woman family) સૂચના બાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. હોસ્પિટલ તંત્રએ પોલીસ સ્ટેશનમાં (police station) જાણ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલથી આશરે 10 કિલોમીટર દૂર હરસાણી કાંટા પાસેથી સગર્ભાને પકડી લીધી હતી. ગર્ભવતી મહિલા મળ્યા બાદ પરિજન, હોસ્પિટલ તંત્ર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

    મળતી માહિતી પ્રમાણે સુખ સિંહની પત્ની સરોજની પહેલી ડિલીવરી ઓપરેશનથી થવાની હતી. એટલા માટે જિલ્લા હોસ્પિટલ માતા-બાળક વોર્ડમાં દાખલ કરાવી હતી. સરોજ ઓપરેશનથી ડિલિવરી થાય એવું ન્હોતી ઈચ્છતી. તે ઓપરેશનના નામથી જ ખુબ જ ડરી ગઈ હતી. ઓપરેશનના ડરથી ગભરાયેલી સરોજ બુધવારે વહેલી સવારે વોર્ડની બારીની જાળી હટાવીને કૂદીને ભાગી ગઈ હતી.

    પરિવારજનોને આશરે 7 વાગ્યે આ અંગે જાણ થઈ હતી. જેનાથી તેમણે તત્કાલિન હોસ્પિટલ તંત્ર અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાની શોધ શરૂ કરી હતી. પોલીસે ભારે જહેમત કર્યા બાદ જિલ્લા હોસ્પિટલથી આશરે 10 કિલોમીટર દૂર હરસાણી ફાંટા પાસેથી મહિલાને પકડી લીધી હતી. અને જિલ્લા હોસ્પિટલ લઈને આવ્યા હતા.

    માતા અને બાળ હોસ્પિટલ વિભાગના હેડ ડો. કમલા વર્માના જણાવ્યા પ્રમાણે ઓપરેશનના ડરથી પ્રસૂતા હોસ્પિટલની બારીથી કૂદીને ભાગી ગઈ હતી. જ્યારે જાણ થઈ તો પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ બપોરે આશરે 1 વાગ્યે મહિલાને શોધીને જિલ્લા હોસ્પિટલમાં પાછી લાવવામાં આવી હતી. તેની તબીયત સારી છે. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે ઓપરેશનના નામથી ગભરાઈ રહી છે.

    આ પણ વાંચોઃ-વડોદરાઃ પતિએ GSTના 'સાહેબને' પોતાની પત્ની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં પકડ્યો, 'સાહેબે' લાફા ઝિંક્યા

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    ઉલ્લેખનયી છે કે હોસ્પિટલમાંથી ગર્ભવતી મહિલા છેલ્લા દિવસોમાં કૂદીને ભાગી જોવાની ઘટના સમગ્ર હોસ્પિટલ અને વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી. જોકે, પોલીસે ભારે મહેનત બાદ મહિલાને પકડી હોસ્પિટલ લાવવામાં આવી હતી. આવા અજીબો ગરીબ કિસ્સા દેશ અને દુનિયામાં બનતા રહે છે. પરંતુ ગર્ભવતી મહિલાનો આ કિસ્સો અત્યારે રાજસ્થાન રાજ્યના બાડમેર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:ankit patel
    First published: