OMG! ચાલુ ટ્રેનમાં મહિલાએ એક નહી બે નહીં ત્રણ બાળકોને આપ્યો જન્મ

News18 Gujarati
Updated: November 15, 2019, 10:56 PM IST
OMG! ચાલુ ટ્રેનમાં મહિલાએ એક નહી બે નહીં ત્રણ બાળકોને આપ્યો જન્મ
મહિલાની તસવીર

બેંગલુરુથી ગુવાહાટી જઈ રહેલી ટ્રેનમાં ગુરુવારે એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. મહિલા હજી સાત મહિનાની ગર્ભવતી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ચાલુ રિક્ષામાં, ચાલું બસમાં કે અન્ય વાહનોમાં ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપતા અનેક કિસ્સાઓ બન્યા છે. તો ઓડિશામાં આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં મહિલાએ ટ્રેનમાં બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, નવાઈની વાત તો એ છે કે આ મહિલાએ એક કે બે બાળકોને નહીં પરંતુ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જન્મેલા બાળકો પૈકી એક જ બાળક જીવતું રહ્યું બાકીના બે બાળકોના મોત થયા હતા.

બેંગલુરુથી ગુવાહાટી (Guwahati from Bengaluru) જઈ રહેલી ટ્રેનમાં (train) ગુરુવારે એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. મહિલા હજી સાત મહિનાની ગર્ભવતી (Pregnant) હતી. સમય પહેલા જન્મ આપતા બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ ન હતા. અત્યારે એક જ બાળક જીવિત છે. બે બાળકોના મોત થયા હતા. બેંગલુરુથી ગુવાહાટી માટે જઈ રહેલી ગુવાહાટી એક્સપ્રેસમાં સવાર મુંજિલા ખાતૂને ઓડિશાના જાજપુર કેંવઝાર રોડ સ્ટેશન ઉપર બાળકોને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-પત્નીએ પોલીસને કહ્યું ' પતિ શારીરિક રૂપથી અક્ષમ કારણ કે ચાર વર્ષમાં....'

આ દરમિયાન 5.50 વાગ્યે જ રેલવેના ડૉક્ટરોને જાણ થતાં જ મહિલાને પાસે પહોંચ્યા અને ડિલિવરી કરાવી હતી. એડિશનલ ચીફ મેડિકલ સુપરીટેન્ડેટ પોતે પેરા મેડિકલ સ્ટાફ અને નર્સની સાથે પહોંચ્યા હતા. ટ્રેનમાં જ મહિલાએ બાળકોને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેને ભદ્રકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો થોડી રાહ જુઓ, થશે મોટો ફાયદો

હોસ્પિટલ પ્રશાસન પ્રમાણે મહિલાનું એક જ બાળક જીવિત બચી શક્યું હતું. જ્યારે બે બાળકોના મોત થયા હતા. જોકે અત્યારે મહિલા સ્વસ્થ છે. આ સમપૂર્ણ મામલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રેલવે અધિકારી મહિલાને એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં લઈ જાય છે.આ પણ વાંચોઃ-મનાલીમાં શરૂ થયો Snow fall, આ છ જગ્યાએ જઈ લઈ શકો છો મજા

ચાલુ રિક્ષામાં, ચાલું બસમાં કે અન્ય વાહનોમાં ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપતા અનેક કિસ્સાઓ બન્યા છે. તો ઓડિશામાં આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં મહિલાએ ટ્રેનમાં બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, નવાઈની વાત તો એ છે કે આ મહિલાએ એક કે બે બાળકોને નહીં પરંતુ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જન્મેલા બાળકો પૈકી એક જ બાળક જીવતું રહ્યું બાકીના બે બાળકોના મોત થયા હતા.
First published: November 15, 2019, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading