Home /News /eye-catcher /

OMG.! મૃત બાળકોને ફરીથી મેળવવા માટે આ વિધિ કરી રહ્યા છે લોકો

OMG.! મૃત બાળકોને ફરીથી મેળવવા માટે આ વિધિ કરી રહ્યા છે લોકો

સૌતામા પ્રાંતનું એક બુદ્ધ મંદિર

    સૌતામા પ્રાંતમાં એક બુદ્ધ મંદિર આવેલું છે. જ્યાં અજન્મેલા બાળકોની યાદામાં સ્મારક બનાવાયું છે. આ એવા બાળકો છે જે જન્મ પહેલા જ ગર્ભપાતના કારણે દુનિયામાં આવી શક્યા નથી. આજના સમયમાં મંદિરમાં 15 હજારથી પણ વધારે બાળકોની મૃર્તીઓ લગાવવામાં આવી છે. જેની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આના મુર્તિઓને જીજો સ્ટેચ્યુ કહેવામાં આવે છે.  આ પ્રતિમાને સ્થાપિત કરવાનો હેતું અજન્મેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. એવું કરવાથી પરિવારના લોકોની ઇચ્છા એવી રહે છે કે, ફરીથી આ બાળક બીજા પરિવારમાં જન્મ લઇ શકે.  સાથે સાથે આ પ્રતિમા પાસે આવીને આ લોકો પોતાના દુઃખને ઓછું કરી શકે.

    ક્યારે શરૂ થઇ હતી આ પરંપરા..

    એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હવે તાઇવાન અને કોરિયામાં પણ આવું સ્મારક બનાવવામાં આવ્યું છે. મોજુકો કુયોની આ પરંપરા 1970માં થરૂ થઇ હતી જે 1980 સુધી ખુબ જ લોકપ્રિય થઇ હતી. મોજુકો કુયોનો મતલબ મૃત શીશુ છે. કોરિયા પણ કેટલાક સમયથી આ અનુષ્ઠાન કરી રહ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે, આ એટલું લોકપ્રિય થયું છે કે હવે અમેરિકામાં પણ આ અનુષ્ઠાન કરવામાં આવે છે.

    બાળકોને મેંલી નજરથી બચાવવા માટે અનુષ્ઠાન કરવા જોઇએ એવું બૌદ્ધ પરંપરામાં માનવામાં આવે છે. આ અનુષ્ઠાન અજન્મેલા બાળકોને શાંતિ આપે છે. હજારો લોકો અહીં સોવારે ભેગા મળીને મૃતબાળકો માટે પ્રાર્થના કરે છે. જે દુનિયામાં આવી શક્યા નથી. પ્રાર્થના કરવામાં આવે છે કે, તેઓ ફરીથી ધરતી ઉપર અવતાર લે.
    Published by:ankit patel
    First published:

    Tags: OMG story

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन