જે લોકોને ઘરમાં પ્રાણીઓ (Animals)પાળવાનો શોખ હોય છે, તે લોકો માટે તે પ્રાણી સભ્યની જેમ બની જાય છે. તેને તમામ લોકોની જેમ સુખ સુવિધાઓ આપે છે અને જો કંઈપણ થઈ જાય તો પાલતુ પ્રાણીનો માલિક હેરાન પરેશાન થઈ જાય છે. જો તે વ્યક્તિની ભાવનાને સમજવામાં ન આવે તો પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. એક મહિલાએ પણ કંઈક આ જ પ્રકારે કર્યું છે.
Reddit પર એક મહિલાએ જણાવ્યું કે, તેના બોસે તેને પાલતુ કૂતરાનું મોત થવા પર રજા આપી ન હતી. પાલતુ કૂતરાના મોતને રજાનું કારણ ન માન્યું અને તેને ઠપકો આપ્યો હતો. આ કારણોસર મહિલાએ તે નોકરી છોડી દીધી. પાલતુ કૂતરું મરી જાય તો રજા આપવાનો કોઈ નિયમ નથી. જો ભાવનાત્મક રીતે જોવામાં આવે તો પાલતુ કૂતરાનું મોત થાય તો થોડા દિવસની રજા આપવામાં આવે છે. ત્યારે મહિલાના બોસે તેને રજા ન આપી અને મહિલાએ રાજીનામું આપી દીધું.
મહિલાએ hopechyann નામના યૂઝર નેમથી પોતાની સાથે થયેલ ઘટના જણાવી હતી. કૂતરાનું (Dog)મોત થવા પર તેણે ફેમિલી ઈમરજન્સી કહીને નાઈટ શિફ્ટ કરી ન હતી. મહિલાના મેનેજરે મહિલાને ઈમરજન્સીનું કારણ પૂછ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, તેણે બીમાર પાલતુ કૂતરાનું ડાઉન કરાવવું પડશે. બોસે કહ્યું હતું કે, આ કારણ કામ પર ન આવવાનું કારણ ન હોઈ શકે. મહિલા આ વાત પર થોડી વિચલિત થઈ ગઈ અને તેણે કંપનીમાંથી રાજીનામું આપવાનું નક્કી કરી લીધું. મહિલાએ તેના બોસને આ અંગે લેખિતમાં જણાવવાનું કહ્યું.
લોકોએ મહિલાના કામની સરાહના કરી
બાદમાં આ વાતને મહિલાએ તેના બોસને સેટલ કરવાનું કહ્યું. રેડિટ પર લોકોએ મહિલાના આ નિર્ણયની સરાહના કરી અને બોસના વર્તનને ખોટું ગણાવ્યું. એક યૂઝરે જણાવ્યું કે, પાલતુ પ્રાણીનું મોત થવાથી વ્યક્તિ દુખી થાય છે, જેમાંથી બહાર આવવા માટે વ્યક્તિને થોડો સમય આપવો જોઈએ. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સે કમેન્ટ કરી કે, બોસે આ મામલે મહિલા પ્રત્યે સંવેદના દાખવવી જોઈએ. કૂતરું પરિવારનું સભ્ય છે તો તે પણ ફેમિલી ઈમરજન્સીનું કારણ હોઈ શકે છે. તે અંગે સવાલ ઊભા ન કરવા જોઈએ. આ મામલો સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બની ગયો છે અને લોકો આ અંગે પોતાની સલાહ આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર